Abtak Media Google News

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગઢ ગિરનાર, ચોમાસે વાગડ ભલો, અને કચ્છડો બારેમાસ

કચ્છનાં મીઠડા કલાકાર વિશાલ ગઢવી મીઠા ગીત રજૂ કરશે

સંગીત ઇશ્ર્વરનું સ્વરૂપ છે. સંગીતની સાધનાથી ઇશ્ર્વરને રાજી કરી શકાય છે અને ઇશ્ર્વર સુધી પહોંચવાનો માર્ગ સરળ બને છે. સંગીત આધ્યાત્મીક ક્ષેત્રેતો મહત્વપુર્ણ છે જ પરંતુ સાથો સાથ આપણી લોક સંસ્કૃતીને સાચવવામાં અને પ્રચાર પ્રસાર કરવામાં ખૂબ જ મહત્વની ભુમિકા નિભાવે છે. ચાણકયએ કહ્યું છે કે જે દેશની સંસ્કૃતિનું પતન થાય છે. તે દેશનો વિનાશ થતા વાર નથી લાગતી. ત્યારે આપણા લોકગીતોએ આપણી સંસ્કૃતિને તેના અસલ સ્વરૂપમાં સાચવવાનું કામ કર્યુ છે. ત્યારે આજે ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં કચ્છનાં મીઠુડા કલાકાર વિશાલ ગઢવી કચ્છી ગીતોની મોજ કરવાવવાનાં છેે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં કચ્છનું મોંધેરુ અને આગવું સ્થાન છે. આપણી લોકસંસ્કૃતિમાં કચ્છી ગીતોનાં સુર સંચારથી આજે સતત ધબકી રહી છે ત્યારે આ કચ્છી ગીતોની મોજ અબતકના ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં માણવાનું ચુકતા નહી. આ કાર્યક્રમ અબતકના સોશ્યિલ મિડીયા પર પણ જીંવત પ્રસારણ નિહાળી શકશો.

આજના કાર્યક્રમમાં વિશાલ ગઢવીની મોજ

  • ગાયક: વિશાલ ગઢવી
  • એન્કર: પ્રિત ગોસ્વામી
  • તબલા: સુભાષ ગોરી
  • કેબોડસ્: પ્રશાંત સરવડીયા
  • કેમેરામેન: પ્રવીણ પરમાર, નિશિત ગઢીયા
  • સાઉન્ટ: વાયબ્રેશન સાઉન્ડ, અનંત ચૌહાણ

આજે પ્રસ્તૃત થનાર ગીતો

  • અચો પખી પરદેશીડા
  • દુનિયા અમારી કોઇ સગી નહોતી
  • નવલાખાય લોબળારોયુ ભેરીયું મળીયું મઢળ રાસ રમે
  • ધન્ય ધન્ય કચ્છની ધરતી
  • છોગાળા તારા રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ
  • ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
  • મોગલ છેડતા કાળો નાગ
  • કચ્છ વતન જા માડું

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.