Abtak Media Google News

ડો. અવની વ્યાસ અને જીતેન્દ્રભાઇ વ્યાસ દ્વારા હસાયરાની પ્રસ્તુતિ

ચાલને જીવી લઇએ કાર્યક્રમ અંતર્ગત આજ દિન સુધી આપણે સહુ નિત્ય લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ભજનો લોકગીતો, આઇઆરાધના, સુફી તેમજ હિન્દી ફિલ્મોના અવનવા ગીતો સાંભળી ચૂકયા છીએ કોરોના મહામારીના કપરા સમયમાં ‘અબતક’દ્વારા પ્રથમ દિવસથી જ લોકોને કોરોનાના ભયથી દૂર રાખવા દરરોજ નિત્યનવા મનોરંજન પૂરા પાડવાનો સફળ પ્રયાસ કર્યો છે ત્યારે આજે એક નવા જ વિષય એટલે કે હસાવરાથી ચાલને જીવી લઇના દશંકોને અનેરો આનંદ આપવાનો પ્રયાસ કરાયો છે.

ચાલને જીવી લઇએમાં આજે પિતા-પુત્રીની જુગલબંદો આપણને પેટ પકડીને હસાવવાની છે. ખ્યાતનામ ડો. અવની વ્યાસ અને તેમના પિતા જીતેન્દ્રભાઇ વ્યાસ હાસ્યની હેલી વરસાવી આપ સહુ દર્શકોને મોજ કરાવશે તો આજે બરોબર રાત્રે ૮ કલાકે હાસ્યની હેલીમાં ભીંજવા તૈયાર રહેજો.

Screenshot 3 2

આજે ડો. અવની વ્યાસ અને જીતેન્દ્રભાઇ વ્યાસની મોજ

  • હાસ્યકાર: ડો. અવની વ્યાસ, જીતેન્દ્રભાઇ વ્યાસ
  • એન્કર: પ્રીત ગોસ્વામી
  • કેમેરામેન: ગોપાલ ચૌહાણ, પ્રવિણ પરમાર
  • સંકલન: મયુર બુધ્ધદેવ
  • સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઉભળીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.