Abtak Media Google News

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ નિમિતે કર્ણાવતી મહાનગર ખાતે સમર્પણ સંકલ્પ કાર્યક્રમ: ડિજિટલ માધ્યમથી રાજ્યભરના કાર્યકર્તા જોડાયા

ભાજપા એ કોઈ પરિવારની નહીં પરંતુ કાર્યકર્તાઓની પાર્ટી છે: મુખ્યમંત્રી રૂપાણી

‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની વિભાવનાને આપણા કત્રુત્વ દ્વારા સાકાર કરીએ તેવું આજરોજ કર્ણાવતી મહાનગર ખાતે યોજાયેલા સમર્પણ સંકલ્પ કાર્યક્રમમાં સી.આર.પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિજીટલ માધ્યમથી રાજ્યભરના કાર્યકર્તા જોડાયા હતા. આજરોજ પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ભાજપા દ્વારા સમર્પણ દિવસની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત સંબોધન આપતા પ્રદેશ, અધ્યક્ષ સી.આર.પાટીલે સૌ ઉપસ્થિત કર્ણાવતી મહાનગર પાલિકાના તમામ ૧૯૨ ઉમેદવારઓ સંગઠનના પદાધિકારીઓ, ઉપસ્થિત સૌ કાર્યકર્તાશ્રીઓને સમર્પણનો સંકલ્પ લેવડાવ્યો હતો. તમામ જિલ્લા-મહાનગર-તાલુકા સ્તરે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સૌને સંકલ્પ લેવડાવ્યા હતા.

Advertisement

આજના આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે, કાર્યકર્તા- પેજકમિટી- પ્રદેશ અધ્યક્ષરાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની વ્યવસ્થા ભાજપામાં છે, ભાજપા એ કોઈ પરિવારની નહીં પરંતુ કાર્યકર્તાઓની પાર્ટી છે. બૂથનો ઇન્ચાર્જ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે તેવી વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. સાદું જીવન,ઉચ્ચ વિચાર તેમજ નૈતિકતાના આધારે ચાલતી અને દેશ માટે જ જીવવા અને દેશ માટે કુરબાની આપવાની ભાવના ભાજપાના કાર્યકર્તાઓમાં રહેલી છે. અતૂટ રાષ્ટ્રવાદ થકી સાંસ્કૃતિક ધરોહરની જાળવણી અને વિવિધતામાં એક્તા થકી “એક રાષ્ટ્ર- શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ એજ ભાજપાનો સંકલ્પ છે. મૂલ્યનિષ્ઠ રાજનીતિ સાથેની પંચનિષ્ઠા સાથે ચાલનાર ભાજપા દેશને એક ઉજ્જવળ ભવિષ્ય આપવા કટિબદ્ધ છે. સર્વ ધર્મ સમભાવ એ ભાજપાની રાષ્ટ્રનીતિ નો મૂળભૂત આધાર છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજના આ પ્રસંગે ઉદબોદનમાં જણાવ્યું કે દરેક ઘર સુધી દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારો અને કાર્યો પહોંચાડીને આપણે સૌ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. ગરીબોના ઘર સુધી સુખ-સમૃદ્ધિ-શિક્ષણ અને આરોગ્યનો દિપક પહોંચે તેવા વિચારો સાથે ભાજપાનો કાર્યકર્તા દિનરાત કાર્ય કરે છે. ૬ કરોડ ૩૦ લાખ ગરવા ગુજરાતીઓ અડીખમ રહીને ગુજરાતનાં વિકાસની ધ્વજપતાકા સમગ્ર દેશ અને દુનિયામાં ફરકાવી રહ્યા છે. વડાપ્રધાનના મતવિસ્તાર એવા મણિનગર-કાંકરિયાનું એક આગોતરું મહત્વ છે. મત વિસ્તારનો વિકાસ- શહેર નો વિકાસ- રાજ્યનો વિકાસ અને હવે રાષ્ટ્રનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યો છે. આજે આ ઐતિહાસિક સ્થળે પંડિત દીનદયાળજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી આપણે સૌ એક સેવાનો સંકલ્પ લઈને પ્રજાની વચ્ચે સેવા માટે જઈ રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.