Abtak Media Google News

માર્કેટમાં આવતા અવનવા સ્માર્ટ ફોન મોબાઈલ શોખીનો માટે આકર્ષણનું કેન્દ્ર: ઓનલાઈન સાઈટ ક્વિક બજારનો સર્વે

આજના સમયે મોબાઈલ મનોરંજનની સાથે જરૂરીયાતનું ઉપકરણ પણ બની ગયું છે. લાખો રૂપીયા સુધીના અત્યાધુનિક મોબાઈલ માર્કેટમાં જોવા મળે છે. ત્યારે આ મોબાઈલ ફેન્ડને લઈ કવીક બાઝાર નામની ઓનલાઈન સાઈટે તાજેતરમાં એક સર્વે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે, ૪૦% ભારતીયો એવા છે કે જેઓ તેમના મોબાઈલ એક વર્ષમાં બદલી નાખવા ઈચ્છુક છે.

Advertisement

દીન પ્રતીદીન ટેકનોલોજી વધુને વધુ વિકસતા અવનવી સીસ્ટમની સાથે અવનવા મોબાઈલ માર્કેટમાં આવતા રહે છે. ત્યારે આવા નવીનતમ મોબાઈલને ખરીદવા મોબાઈલ શોખીનો આતુર થાય એ તો સ્વાભાવિક જ છે. ભારતમાં ૪૦ટકા લોકો એક વર્ષમાં જ નવો લીધષલો મોબાઈલ બદલી નાખે છે.કવીક બજારનાં સર્વે પરથી એ પણ જાણવા મળ્યું છેકે, ૫૦% લોકો રીફરબીસ્ડ મોબાઈલ ફોન લેવાનો જ આગ્રહ રાખે છે. રીફરબીસ્ડ મોબાઈલ ફોન એટલે કે મોબાઈલમાં કોઈ ખામી કે આકસ્મિક નુકશાન થયું હોય તેવા સંજોગોમાં ગ્રાહક વેચાણકર્તા ને ફોન પાછો આપી શકે છે. અને સર્વેશ્રેષ્ઠ ગુણવતા હેઠળ મોબાઈલ રીપેર કરાવી શકે છે. આ રીફરબીસ્ડ મોબાઈલ માર્કેટની વાત કરીએ, તો એપ્પલ અને સેમસંગ ભારતમા રીફરલીસ્ડ બજારમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. જયારે ઓપ્પો, વીવો અને લાવા આ ક્ષેત્રે ઓછો સ્ટોક ધરાવે છે. કવીક બાઝારના સર્વે અનુસાર ૭૫% લોકો મોબાઈલ ફોન પર ૧૦,૦૦૦ કરતા વધુ ખર્ચ કરવા ઈચ્છે છે જયારે માત્ર ૩% લોકે જ એવા નોંધાયા કે જેઓ ૫૦૦૦ રૂ. કરતા નીચેનો ફોન જ લેવા માંગતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.