Abtak Media Google News

એલ.આઇ.સી. ના અધિકારીઓ ‘અબતક’ના આંગણે

સરકારી ક્ષેત્રે માતબર નાણાકીય સંસ્થા જીવન વિમા નિગમ અર્થાગ એલ.આઇ.સી. ના રાજકોટ વિભાગના વિકાસ અધિકારી સંગઠનના યજમાન પદે સમગ્ર પશ્ચીમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજયોમાં આશરે એક હજાર વિકાસ અધિકારીઓની ઝોનલ કાઉન્સીલ મીટીંગ તા. ૧૧ અને ૧ર જાન્યુઆરીના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સૌથ પ્રથમ વાર યોજાઇ રહેલી છે. એલ.આઇ.સી. રાજકોટ વિભાગનાં કર્મચારી ટ્રેડ યુનિયન ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આટલું ભવ્ય આયોજન થઇ રહેલું છે. સંગઠનના ઓઇ ઇન્ડીયા પ્રેસીડેન્ટ એમ. વિનયબાબુ (સિંકદરાબાદ) અને ઓલ ઇન્ડીયા સેક્રેટરી જનરલ વિવેક સિંઘ (વારાણસી) ક્ષેત્રીય અઘ્યક્ષ વિનાયક કામથ (મુંબઇ) અને ક્ષેત્રીય સચિવ દિપક વાઘેલા ખાસ હાજરી આપશે. આ દ્વિવાષિક અધિવેશનમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ઉદધાટક તરીકે પધારવા આમંત્રણ પાઠવવામાં આવેલું છે. રાજકોટ ડીવીઝનના સીનીયર ડિવીઝનલ મેનેજર ગોવિંદ અગ્રવાલને ખાસ નિમંત્રીત કરાયા છે. રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિઘ્ધાર્થ ખત્રી, પીજીવીસીએલ ના મેનેજીંગ ડાયરેકટર ભાવિન પંડયા (આઇએએસ) નાયબ પોલીસ કમિશ્નર રવિમોહન સૈની અને મનોહરસિંહ જાડેજા ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ગણમાન્ય  વ્યકિતઓ આ અધિવેશનમાં ઉ૫સ્થિત રહી માર્ગદર્શન આપશે. રાજકોટ મુંજકા ગામ નજીક આવેલા આર્ષ વિઘા મંદીરના અધિષ્ઠાતા પરમાત્માનંદજી સરસ્વતિ વિકાસ અધિકારી સંગઠનને આશીવચન આપવા ખાસ ઉ૫સ્થિત રહેશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.