Abtak Media Google News

રાજકોટના ખંઢેરીમાં નવી એઈમ્સ મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે : સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્યનો બહુ મોટો લાભ મળી શકશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને અભિનંદન

ગુજરાતની જનતા ઘણા સમયી રાહ જોતા હતા તેનો સુખદ અંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના રાજકોટ જીલ્લાને ભારત સરકારના સંપૂર્ણ સહયોગી ૧૨૦૦ કરોડના ખર્ચે રાજકોટ શહેરના ખંઢેરી પાસે નવી એઈમ્સ મેડીકલ કોલેજનું નિર્માણ કરવાની મંજુરી આપતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના સફળ પ્રયત્નોથી ગુજરાતને એઈમ્સ મળતા તેઓને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

વધુમાં સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટને એઈમ્સ મળે તે માટે શ્રેષ્ઠ જગ્યા માટે ઘણા સમયી રાજકોટના જુદા-જુદા વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્યની ટીમોએ સર્વેક્ષણ કરી શ્રેષ્ઠ જગ્યા ખંઢેરી ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ભારત સરકારના સંપૂર્ણ સહયોગી આશરે ૨૦૦ એકરની જમીનમાં ૧૨૦૦ કરોડના ખર્ચે ૮૦૦ બેડની સુવિધા સો ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલ ખંઢેરી ખાતે નિર્માણ પામશે. જેમાં હોસ્પિટલ સલગ્ન મેડીકલ કોલેજમાં એમબીબીએસ માટે અંદાજીત ૧૦૦ બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં એઈમ્સના કારણે હાર્ટ ડીસીઝ, કેન્સર, ન્યુરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર હવે રાજકોટમાં ઉપલબ્ધ બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને સારી હોસ્પિટલોમાં સારી સારવાર મળી રહે તે માટે જન આરોગ્ય યોજના બનાવી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માં વાત્સલ્ય યોજના બનાવી જેમાં સંયુક્તપણે પાંચ લાખ સુધીની ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને સહાય આપવામાં આવે છે. ભાજપા સરકારે આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ બનાવી ગરીબ અને મધ્યમવર્ગને આરોગ્યની ભાજપા સરકારે ચિંતા કરીને સ્વસ્થ ભારતનું નિર્માણના પાયા નાંખ્યા છે. અંતમાં, સખીયા, મેતા, ઢોલ, બોઘરાએ જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાને એઈમ્સની મંજુરી આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમને  આ તકે રાજકોટ જીલ્લાના તમામ હોદેદારોઓએ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.