Abtak Media Google News
  • વેપારીઓ તો ગુજરાતના વિકાસની ધોરી નસ છે પણ  ભાજપ સરકારે તેને હેરાન કરવામાં કસર છોડી નથી :પ્રદિપ ત્રિવેદી
  • સરકાર વેપારીઓને ચોર જ સમજે છે, તેમને હક્કના પૈસા પણ મળતા નથી: ભાજપ સરકારની વેપારી વિરોધી નીતિ સામે  ઉગ્ર અસંતોષ

કોઈ પણ રાજ્યમાં વેપાર ધંધા તેની ધોરી નસ ગણાય છે અને આ વેપાર ધંધાને લીધે જ રાજ્યનો વિકાસ થાય છે  પણ ગુજરાતના ભાજપના શાસકો આ વાત સમજી શક્યા નથી અને વેપારીને હેરાન કરવામાં બાકી નથી રાખ્યા. આવી સ્થિતિમાં સમગ્ર રાજ્યના વેપારી વર્ગમાં ભાજપ પ્રત્યે ભારોભાર અસંતોષ છે. દર વખતે જુદા જુદા વચન આપીને ફરી જતા ભાજપના નેતાઓને આ વખતે ચૂંટણીમાં સબક શીખવવા માટે આ વેપારી વર્ગે મનમાં ગાંઠ વાળી લીધી છે તેમ એક નિવેદનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી એ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી જે બેફામ શાસન બન્યું છે એના કારણે વેપારીઓને ત્રણ પ્રકારની મુખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે  છે. પહેલી મુશ્કેલી છે લાયસન્સ રાજ. વેપાર કરવા માટે આ લાઇસન્સ અને પેલું લાયસન્સ એમ કરીને વેપારીને અહીંથી ત્યાં દોડાવવામાં આવે છે અને દુનિયાભરના લાયસન્સોના કારણે વેપારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

બીજી મુશ્કેલી છે દરોડા  રાજ. જો કોઈ માણસ અવાજ ઉઠાવે, પ્રશ્ન પૂછે, ભાજપની રેલીઓમાં ન જાય અને ભાજપને ફંડ ન આપે તો એના ત્યાં રેડ પડતી હોય છે. ગુજરાતમાં પણ રેડ રાજને ખતમ  કરવું જોઈએ અને આ નિર્ધાર કોંગ્રેસનો છે.

વેપારીઓની ત્રીજી મુશ્કેલી છે હપ્તા રાજ. આજે રોડ પર લારી પર વેપાર કરનારને ત્યાં પણ સાંજે એક ગાડી આવી જાય અને 200 500 રૂપિયા લઈ જાય છે. આવી રીતે આખા ગુજરાતમાં ઠેર ઠેર નાના મોટા વ્યાપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવે છે અને વેપારીઓની મહેનતની કમાણીને છીનવી લેવામાં આવે છે આ બધા પાછળ કોણ છે? કોણ હપ્તા લઇ રહ્યું છે? આ હકીકત બધા જાણે છે અને રૂપિયા છેક ઉપર સુધી પહોચે છે.

વેપારીઓ જાણે કોઈ ચોર હોય એવું સરકારનું વલણ હોય છે અને વેપારીઓના હક ના પૈસા વેપારીઓને આપવામાં આવતા નથી. ગુજરાતના લોકો અને ગુજરાતના વેપારીઓ માટે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે અને આપણે આમાંથી બહાર આવવું પડશે. આજે આખા ગુજરાતમાં પહેલાની જેમ જીઆઇડીસીની જેમ વેપાર ધંધો કરવા માટે જમીન મળતી નથી અને એના કારણે જ જ્યારે આપણે કોઈ ધંધો કરવો હોય તો સૌથી મોટું મૂડી રોકાણ જમીન અને મકાનમાં થતું હોય છે. અને આવા ઘણા મુદ્દાઓ છે જેના કારણે વેપારીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને આ બધી પરિસ્થિતિઓ પાછળનું મૂળ કારણ હાલની સરકારની પોલીસી પેરાલીસીસ અને ટેક્સ ટેરેરિઝમ છે. આજે કોઈ વેપારી પોતાનો સામાન લઈને ક્યાં જતો હોય તો તેને રસ્તા પર ઉભો રાખીને તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવે છે તો આની પાછળ ભાજપ સરકારની નીતિ છે .

તેમણે એમ પણ કહ્યું છે કે, વેપારીઓના નાણાકીય ફ્રોડના કેસમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા નાણાં પરત અપાવવા એસ.આઈ.ટી. ની રચના કરવાની માંગણી પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે  પણ હજુ સુધી આ દિશામાં સરકારે માત્ર લોલીપોપ જ આપી છે. આ સિવાય જુદી જુદી યોજનાઓનો લાભ લેવા માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજો કઢાવવામાં થતી મુશ્કેલીઓ અને વહીવટી સમસ્યાઓ, અશાંત ધારો, દારુ, ડ્રગ્સ સહિતના વિવિધ પ્રશ્નો, જરૂરીયાતમંદ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન આપવા જેવા પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ આ રજુઆતો બહેરા કાને અથડાઈ છે.

તેમણે કહ્યું છે કે, લેબર કાયદામાં અનેક જગ્યાએ વેપારીઓ – ઉદ્યોગકારો ઉપર ફોજદારી કાર્યવાહી કરવાના નિર્દેશો છે. જેમાં વેપારીઓ-ઉદ્યોગકારો દ્વારા ભૂલથી પણ કરવામાં આવેલ નાનકડી ભૂલ સામે પણ ફોજદારી કાર્યવાહી થાય છે. આવા સંજોગોમાં ભૂલ અથવા તો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફોજદારી કાર્યવાહીના પગલા લેવામાં આવે તે માટે તથા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (એસઓપી) જાહેર કરવામાં આવે તો ગુના ઓછા થતા અને ભ્રષ્ટાચાર પણ ઘટશે.

લેબર ઈન્સ્પેક્ટરને તથા ફેક્ટરી ઈન્સ્પેક્ટરને હાલ કોઈપણ કારણ વગર કોઈપણ વેપારીની ધંધાની / ફેક્ટરીની જગ્યાની મુલાકાત લેવાની સત્તા છે. આ બાબતે આ સત્તાનો અનેક રીતે દુરઉપયોગ થઈ રહ્યો  છે. આથી લેબર ઈન્સ્પેક્ટરે ક્યારે અને ક્યા કારણોસર વેપારીને ત્યાં મુલાકાત લેવી તે બાબત અગાઉથી તંત્ર દ્વારા જાહેર કરાય તે જરુરી છે. , જેથી લેબર ઈન્સ્પેક્ટર તથા ફેક્ટરી ઈન્સ્પેક્ટરની અમર્યાદીત સત્તા ઉપર અંકુશ આવે. આઈ.એફ.પી. પોર્ટલ કાર્યન્વિત કરવું પણ જરૂરી છે કારણ કે આ પોર્ટલની સેવાઓ ચોવીસ કલાક ચાલુ રહે. હાલ કારખાના લાયસન્સ માટેની મર્યાદા 10 કામદારોની છે, જે ભૂતકાળમાં ઓર્ડીનન્સ દ્વારા ર0 કામદારોની કરવામાં આવેલ હતી. આ ઓર્ડીનન્સની મુદ્દત પૂર્ણ થઈ ગયેલ છે અને કાયદો પસાર કરવાની અને કારખાના લાયસન્સ માટે પ0 કામદારોની મર્યાદા કરવાની માંગણી થઇ રહી છે પણ સરકાર ધ્યાન આપતી નથી. કોન્ટ્રાક્ટ લેબર એક્ટ માટે ભરવાની થતી ડિપોઝિટની તથા તેના રિફંડ અથવા સરન્ડરની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે અને તેને એક જિલ્લાથી બીજા જિલ્લામાં એડજેસ્ટ કરવાની છૂટ આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા તથા હાલમાં કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબુદી) એક્ટ, 1970 હેઠળ લેવાના થતા લાયસન્સ માટે સિક્યુરિટી ડિપોઝિટ દરેક લેબર દીઠ રૃા. પ40/- છે અને આ કાયદામાં કરવામાં આવેલ નવા સુધારા પ્રમાણે લાયસન્સ કોન્ટ્રાક્ટરને મળેલ વર્ક ઓર્ડરની સમય મર્યાદા માટે અથવા મહત્તમ પાંચ વર્ષ બન્નેમાંથી જે સમયગાળો ઓછો હોય તે સમય માટે આપવામાં આવે છે. પરંતુ આવું લાયસન્સ રીન્યુ થઈ શકતું નથી.

આથી જ્યારે કોન્ટ્રાક્ટરનો એક વર્ષ ઓર્ડર પૂરો થાય અને તુરંત બીજો વર્ક ઓર્ડર મળે તો તેણે નવું લાયસન્સ મેળવવા માટે અરજી કરવી પડે છે અને તે માટે નવી સિક્યુરિટી ડિપોઝિટ દરેક લેબર દીઠ રૃા. પ40/- ભરવી પડે છે અને તેથી કોન્ટ્રાક્ટરની કાર્યકારી મૂડી એટલે કે વર્કીંગ કેપિટલ રોકાય જાય છે તે માટે કોન્ટ્રાક્ટરે અગાઉ ભરેલ સિક્યુરિટી ડિપોઝિટની રકમ તે જ જિલ્લામાં અથવા અન્ય જિલ્લામાં લેવાના થતા નવા લાયસન્સમાં ઓનલાઈન એડજેસ્ટ કરવાની સુવિધા આપવા માંગણી  થઇ રહી છે.

કોંગ્રેસની ગેરંટી

  • વેપારીઓને લાઈસન્સ રાજમાંથી મુક્તિ
  • રૂપિયા 10 લાખની સારવાર અને દવાઓ વિનામૂલ્યે
  • ખેડૂતોનું રૂપિયા 3 લાખનું દેવું માફ
  • 10 લાખ યુવક-યુવતીઓને નોકરી
  • બેરોજગારોને 3 હજારનું ભથ્થું
  • 500 રૂપિયામાં ઘરેલું ગેસ સીલીન્ડર
  • દીકરીઓ માટે કે.જી. થી પી. જી. સુધીનું મફત શિક્ષણ
  • કોરોનાના મૃતકોના પરિવારજનોને 4 લાખનું વળતર
  • ડ્રગ્ઝ માફિયા સામે કડક કાર્યવાહી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.