Abtak Media Google News

34 દવાઓનો એસેન્સિયલ યાદીમાં સમાવેશ કરાયો: 26ની બાદબાકી

કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી દવાની નવી યાદી જાહેર કરાઈ છે, આ યાદીમાં 34 નવી દવાને સામેલ કરાઈ છે, અને બીજી 26 દવાઓને આ યાદીમાંથી હટાવી દેવાઈ છે,હવે જરૂરી દવાઓની યાદી (એનએલઇએમ 2022)માં 384 દવા છે, જે 2015 માં સામેલ 376 માં હતી. કોવિડ-19 દવા અને રસીને એનએલઇએમ 2022નો ભાગ બનાવવામાં નથી આવી કારણ કે તે ઇમરજન્સી ઉપયોગ હેઠળ આવે છે.

એનએલઇએમ 2022માં મોટા ભાગની દવા એન્ટી-ઇન્ફેક્ટિવ (એન્ટી બાયોટિક્સ, એન્ટી ફંગલ વગેરે) ડાયાબિટિસની સારવાર માટે દવા, એચઆઈબી, ટીવી, કેન્સરની કેટલીક દવા, ગર્ભનિરોધક, હાર્મોનલ દવા, ચોક્કસ રક્ત ગંઠાઇ જવાની વિકૃતિઓ, વિકૃતિઓ સબંધિત દવાઓ, સામાન્ય એન્ટિ બાયોટિક્સ જેવી દવાઓ છે. મેરોપેનેમ, સેફ્યુરોક્સાઇમ, લોકપ્રિય એન્ટિ- ડાયાબિટિક દવાઓ જેમ કે ઇન્સ્યુલિન ગ્લેર્ગિન અને ટેનેલિગ્લિપ્ટિન એનએલઇએમ 2022નો ભાગ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે આ યાદીનો મુસદ્દો તૈયાર કરવો એ એક લાંબી પ્રક્રિયા છે અને આખા ભારતના લગભગ 350 નિષ્ણાતોએ એનએલઇએમ 2022 નો મુસદ્દો તૈયાર કરવા માટે 140 થી વધુ પરામર્શ બેઠકો યોજી છે. આ પછી આ દવાઓને જરૂરી દવાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે સલામતી, અસરકારકતા અને કિંમતના આધારે જરૂરી દવાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીઓ દેશમાં રોગના ભારણ અને વર્તમાન સારવાર લાઇનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ સાથે આ દવાઓની કિંમત પણ તેના આધારે નક્કી કરવામાં આવે છે.

એનપીપીએ આ દવાની કિંમતને હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ફુગાવાના આધારે નક્કી કરે છે. અન્ય તમામ દવાઓ માટે, કંપનીની વાર્ષિક વધુમાં વધુ 10 ટકા સુધીના વધારાની પરવાનગી છે.

મહત્વપૂર્ણ છે કે એનએલઇએમ 2022માં 384 દવા લગભગ 1000 ફોર્મૂલેશનને કવર કરશે. એનએલઇએમ 2015માં 376 દવાઓમાં લગભગ 800 ફોર્મૂલેશન સામેલ હતી. 2015 દરમિયાન અનુસૂચિત દવાઓએ 1.6-1.7 ટ્રિલિયન રૂપિયાના ઘરેલુ ફાર્મા બજારમાં લગભગ 17-17 ટકાનું યોગદાન આપ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.