Abtak Media Google News

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ ચુક્યું છે. આ વર્ષે 1 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. પ્રથમ બેચને 30 જૂને જમ્મુથી ફ્લેગ ઓફ કરવામાં આવશે જે યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે. સરકારે પણ 62 દિવસની યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યા છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટી આપવાની શરૂઆત કરવામાં આવી છે. 13 વર્ષથી નાના અને 75 વર્ષથી વધુ ઉંમરનાને સર્ટી મળશે નહિ.

 

Screenshot 13 5

સુરત શહેર અને જિલ્લામાંથી અમરનાથના દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓ માટે સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. જેને લઇ 17 એપ્રિલને સોમવારથી સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. શહેર અને આસપાસ વિસ્તારોમાંથી દર વર્ષે હજારો યાત્રીઓ દર્શન માટે અમરનાથ જાય છે. ગત વર્ષે 3000થી વધુ યાત્રાળુઓ મેડિકલ ફિટનેસ સર્ટી માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે આ ચાલુ વર્ષે યાત્રીઓના ફિટનેસ સર્ટી માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

અમરનાથ યાત્રા 2023 રજીસ્ટ્રેશન

13 થી 70 વર્ષની વયના લોકો અમરનાથ યાત્રા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. છ અઠવાડિયા કે તેથી વધુ ગર્ભવતી મહિલાઓને અમરનાથ યાત્રા કરવાની મંજૂરી નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમે https://jksasb.nic.in વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

 

અમરનાથ યાત્રા માટે ટોલ ફ્રી નંબર

નિયુક્ત બેંક શાખાઓની યાદી શ્રી અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ (SASB)ની વેબસાઈટ https://jksasb.nic.in પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, મુસાફરો ટોલ-ફ્રી નંબરો- 18001807198/18001807199 પર સંપર્ક કરી શકે છે.

અમરનાથ યાત્રા માટે જરૂરી દસ્તાવેજો

યાત્રાળુઓએ તેમની સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો, આઈડી પ્રૂફની ફોટોકોપી લાવવાની રહેશે. આ સાથે યાત્રાની તારીખ અને રૂટનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.