Abtak Media Google News

જીવન વિમા ક્ષેત્રે એલઆઈસી સરકાર માટે કમાઉ દીકરો સાબીત: બિઝનેસ પ્રિમીયમ રૂ.૧.૫ લાખ કરોડને પાર

મૃત્યુ પછી પરિવારનું શું શે તેની ચિંતામાં વ્યક્તિ જીવન વિમો કરાવે છે. તેની ગેરહાજરી પછી પરિવારને નિભાવ માટે યોગ્ય વળતર મળશે તેવી આશા જીવન વિમો લેનારને હોય છે. મોટાભાગના કિસ્સામાં આ આશા ખરી ઉતરે છે. ત્યારે જીવન વિમા આપતી કંપનીઓ કઈ રીતે કમાતી હશે તેવા સવાલો થાય છે. વર્તમાન સમયે સરકારી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ  રૂ.૧.૫ લાખ કરોડનું તોતીંગ પ્રિમીયમ મેળવ્યું હોવાનું જાણવા મળે છે. એલઆઈસીની  સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીની ૧ વર્ષની આવક ૧૭.૭૯ ટકા જેટલી વધી જવા પામી છે. એક વર્ષમાં એલઆઈસીની આવકમાં તોતીંગ વધારો જોવા મળ્યો છે. આવી રીતે અન્ય ખાનગી જીવન વિમા કંપનીઓની આવક પણ દિવસે ને દિવસે વધે છે.

જીવન વિમો આપતી કંપનીઓનું બિઝનેશ મોડેલ અન્ય તમામ બિઝનેશ મોડલ કરતા અલગ હોય છે. આ બિઝનેશ મોડલમાં નફા ઉપર નહીં પરંતુ નુકશાન ઘટે તેના પર ધ્યાન કેન્દ્રીત થાય છે. જીવતે જીવ લોકોને વળતર ની મળતું છતાં પણ જીવન વિમાનો ધંધો અત્યારે વિશ્ર્વનો સૌથી ઝડપી વિકસતો ધંધો છે. વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારના ભવિષ્યની ચિંતા કોરી ખાતી હોય તેવી સ્િિતમાં વિમો ઉતરાવવામાં આવે છે. જો કે, નિવૃત વ્યક્તિ અને ગૃહિણીઓ કે જેઓની આવક ની તેવા લોકોના મૃત્યુ બાદ વિમાના કલેઈમ ખુબ ઓછી ટકાવારીએ તાં હોય છે. આ તફાવત પાછળ પણ અનેક કારણો જવાબદાર હોવાનું માલુમ ાય છે.

અહીં નોંધનીય છે કે, તાજેતરમાં એલઆઈસીની કમાણી સતત વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર સુધીમાં આવક ૨,૯૭,૦૦૦ કરોડ સુધી પહોંચી જવા પામી છે. નવા પ્રિમીયમમાં તોતીંગ ઉછાળો જોવા મળ્યો છે. પેન્શન સ્કીમમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પેન્શન સ્કીમમાં ૧ લાખ કરોડના નવા પ્રિમીયમ જોડાયા છે. ગત નાણાકીય વર્ષમાં એલઆઈસીએ ૧૪ લાખ કરોડના મેચ્યોરીટી કલેઈમ ચૂકવ્યા હતા. જેના પાછળ રૂ૬૯ હજાર કરોડનો ખર્ચો યો હતો. એકંદરે એલઆઈસીનો ધંધો ધીકતો છે. સરકારી કંપની હોવા છતાં એલઆઈસી દર વર્ષે કરોડો રૂપિયાનો નફો રળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.