Abtak Media Google News

શરીરમાં સાંધાનો દુ:ખાવો તેનું નિદાન અને સારવાર ખાસ કરીને ની- રીપ્લેશનમેન્ટ સર્જરી પહેલા થતી સર્જરી અને હાલ અત્યાધુનિક પધ્ધતિથી સર્જરી, પ્રત્યારોપણ વગેરે જેવી સાંધાના દુ:ખાવાને લગતી અનેક ચર્ચાઓ જેમાં લોકોને મુંજવતા અને પ્રશ્ર્નોના તેના ઉકેલ માટે નઅબતકથ ચેનલ પર ‘ચાય પે ચર્ચા’ શ્રેણીમાં સ્ટર્લીંગ હોસ્પિટલના ચીફની સર્જન ડો. રૂપેશ મહેતા સાથેની મૂલાકાત દરમિયાન સાંધાના દુ:ખાવાને લગતા મુંજવતા પ્રશ્ર્નોના જવાબો અહિં રજૂ કરવામાં આવ્યા છે.

પહેલા રીપ્લેશમેન્ટ સર્જરી ખૂબજ ખર્ચાળ હતી અને તે અમીરોની સર્જરી ગણાતી અને તેને સ્ટેટેસ સીમ્બોલ ગણવામાં આવતી

આદ્યુનિક ટેકનોલોજી પ્રમાણે ઘૂંટણનું ઓપરેશન સ્નાયુઓને કટ કર્યા વગર અને તે પણ માત્ર 30 થી 40 મીનીટમાં થઈ શકે છે

પ્રશ્ન: સાંધાના દુ:ખાવા એ શું છે? શાને કારણે થાય છે

જવાબ: જનરલી સાંધાના દુ:ખાવાના ઘણા પ્રકારો છે.સાંધાના દુ:ખાવા એટલે આપણા શરીરના જેટલા મીજાગરા છે.તેમાં ઘસારો-સોજો આવી જાય તેને સાંધાનો ઘસારો અથવા દુ:ખાવો કહીએ છીએ. મુખ્યત્વે સાંધાના દુ:ખાવાના ત્રણ પ્રકારો છે સંધીવા (ગોઠિયોવા) ગાવટી આથ્રાયટીસ જેનાથી યુરીકેટીશ શરીરમાં વધી જાય. આ બંને સાંધાના દુ:ખાવા ખાસ કરીને 30 થી 40 વર્ષનાં યુવાનોમાં જોવા મળે છે. જયારે ત્રીજો ઉમરના કારણે થતો સાંધાનો દુ:ખાવો કે જેમાં આપણે મુખ્ય સાંધાઓમાં વજન દઈ ચાલતા હોય તેમાં સાંધાનો ઘસારો થવા માંડે છે. જેને કારણે સાંધાનો દુ:ખાવો અથવા સાંધાનો દુ:ખાવો કહીએ છીએ એ રોગ નથી.

પ્રશ્ન: ઉમરના કારણે થતો સાંધાનો દુ:ખાવો બધાને થતો નથી તેનું શું કારણ હોઈ શકે…?

જવાબ: ઉમર વધતા બધાને સાંધાનો ઘસારો આવતો જ હોય છે. પરંતુ તેની તીવ્રતા ઓછી વધુ હોય છે. આમાં ઘણા ફેકટરો કામ કરે છે.આવા સાંધાના ઘસારાનું પ્રમાણ પુરૂષો કરતા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. તે જીનેટીક ફેકટર છે. અને દરેક વ્યકિતઓની લાઈફ સ્ટાઈલ શરીરનું વચન વગેરે બાબતો હોય છે.

પ્રશ્ન: સાંધાનો દુ:ખાવો, ઘૂટણનો દુ:ખાવો, શરૂ થયા પછી તેને અટકાવી શકાતું નથક્ષ તો તેનું નિરાકરણ શું?

જવાબ: ગોઠણના સાંધાના દુ:ખાવાના ઘણા પ્રકારની ટ્રીટમેન્ટ છે. એમાં જયારે આપણને સાદો દુ:ખાવો થાય, ચાલવામાં અથવાતો બેઠા પછી ઉભુ થવામાં દુ:ખાવો થાય તો આવા સમયે ઓર્થો. સર્જનની સારવાર લેવી જોઈએ. આ પ્રકારનું નિદાન પણ એટલું જટીલ નથી સીમ્પલ ડીઝીટલ લોડીંગ એકસરે કરવામાં આવે છે જેથી ખબર પડે કે કેટલી ગાદી ઘસાઈ છે. શરૂઆતનાં સ્ટેજમાં વજન ઘટાડવું વધારે ન ચાલવું, બરફનો શેક કરવા તેમજ પેઈન કીલર થોડાદિવસ આપવામાં આવે છે.તેમજ જો દર્દીને સોજો હોય તો ઈન્જેકશન આપવામાં આવે છે.જેથી સાંધાનો સોજો ઉતરી જાય છે.

પ્રશ્ન: આમાં છેલ્લુ સ્ટેજ કયું..? નિરીપ્લેશમેન્ટ કે એનાથી પહેલાનું કોઈ સ્ટેજ છે?

જવાબ: આ બધા સ્ટેજ પ્રાઈમરી સ્ટેપ છે. તેના દર્દીને સારૂ થઈ જતું હોય તો આગળ વધવાની જરૂર રહેતી નથી. પરંતુ જો ઘણા એડવાન્સ સ્ટેજમાં એકસરેમાં ત્યારે ગોઠણની ઉપર અને નીચેના હાડકા વચ્ચેની જગ્યા દેખાતી નહોય અને ઘણીવાર એક હાડકુ બીજા હાડકા સાથે ઘસાતું હોય તેથી તેમાં અવાજ આવવાનું પણ ઘણા દર્દીઓની ફરિયાદ હોય છે. ત્યારે સર્જરી કરી કૃત્રિમ સાંધાનું ગોઠણમાં પ્રત્યારોપણ કરવામાં આવે તેને નિરીપ્લેશમેન્ટ અથવાતો ગોઠણનો સાંધો બદલવાનું ઓપરેશન કહેવામા આવે છે.

પ્રશ્ન: ઘુંટણનો સાંધો બદલવાના ઓપરેશન બાદ ચાલી શકાશે કે નહી, ઓપરેશન સફળ થશે કે કેમ? વગેરે…વગેરે લોકોની શંકાઓ વિષે?

જવાબ: નિ રીપ્લેશનમેન્ટ અંગે લોકોમાં ઘણી એવી માન્યતાઓ છે જેમાં 70-75 વર્ષ પહેલા જ ઓપરેશન કરાવું જોઈએ જેથી અનેક માન્યતાઓ ખોટી છે. અત્યારની લાઈફ સ્ટાઈલ જોતા ઘણા એવા દર્દીઓ છે કે 40 થી 45 વર્ષની વયે ગોઠણના દુ:ખાવાથી પીડીત હોય તો એને નિરીપ્લેશનમેન્ટની સલાહ ન આપીએ પરંતુ એના ઓપરેશન પણ વિચારવા જોઈએ કે દર્દીને આ દુ:ખાવામાંથી કેમ બહાર લઈ આવવા અને હવે તો ઘણી નવી ટેકનોલોજી વધી ગઈ છે. હવે નવા કૃત્રિમ નિપ્લાન્ટનું મટીરીયલ (મેટલ) એ ખુબજ એડવાન્સ આવવા માંડી છે.જેમાં 50 કે 55 વર્ષના વ્યકિત કે જેવો ચાલી શકતા ન હોય કે કામકાજ કરી શકતા ન હોય તેને સર્જરી કરી પ્રત્યારોપણ કરવામાં આવે છે અને જનરલી તેનું આયુષ્ય 18 થી20 વર્ષનુંહોય છે. અને નવી ટેકનોલોજી મુજબ 20 વર્ષ પછી પણ કોઈ પ્રોબ્લેમ ઉભો થાય તો રી રીવાડઝ ઓપરેશન કરી શકીએ. ઘણાની એવી માન્યતાઓ હોય છે કે 70/80 વર્ષ પછી આ પ્રકારનાં નિરીપ્લેશનમેન્ટ કરાય તો આવા દર્દીઓને ‘પેઈન કીલર’ આપવી પડે પરંતુ આવી દવાઓથી સાઈડ ઈફેકટ થવાનો પણ ખતરો રહેલો છે. કદાચ આવા દર્દીઓને નીરીપ્લેશનમેન્ટ અથવાતો પેઈન કીલર બંનેમાંથી કોઈ ઓપરેશન મંજૂર નથી તો આવા દર્દીઓનું બેઠાળુ જીવન માનસીક તણાવ ને આમંત્રે છે. અને પરાવલંબી જીવન થઈ જવાની પુરી શકયતાઓ છે. જેથી આવું જીવન મંજૂર ન હોય તો ની રીપ્લેશમેન્ટ સર્જરી કરાવવી જરૂરી છે.

પ્રશ્ન: ઓપરેશન થિએટણમાં સર્જરી કરતા કેટલો સમય લાગે..? અને સર્જરી બાદ દર્દીને કેટલો સમય આરામ કરવો પડે?

જવાબ: નીરીપ્લેશમેન્ટ સર્જરી કોઈપણ એકસપર્ટ ડોકટર કરે તો અત્યારની આધુનિક ટેકનોલોજી પ્રમાણે 30 થી 40 મીનીટનું કામ છે. સ્ટર્લીંગ હોસ્પિટલમાં આધુનિક પધ્ધતિ વિકસાવી છે. જેનાથી સ્નાયુઓને કટ કર્યા વગર તેને ઉપાડી ઢાકણીનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જેથી સ્નાયુઓને કટ ન કરીએ જેથી પગની તાકાત ઘટતી નથી અને ઓપરેશન પછી દર્દીને 8 કલાક બાદ ચલાવવામાં પણ આવે છે.અને ત્રીજા ચોથા દિવસે તોરજા આપી દેવામાં આવે છે.

પ્રશ્ન: નીરીપ્લેશમેન્ટ સર્જરી કેટલી ખર્ચાળ છે

જવાબ: પહેલાની રીપ્લેશનમેન્ટ સર્જરી ખૂબજ ખર્ચાઈ હતી અને તેને અમીરોની સર્જરી કહેવાતી અને તેને સ્ટેટેસ સીમ્બોલ ગણવામાં આવતું.

શરૂઆતમાં મુંબઈમાં જયારે આટલા બધા ઈમ્પ્લાન્સ આવતા નહી ત્યારે આ કૃત્રિમ સાંધા યુ.એસ.માં મળતા અને ત્યારે આની દાણચોરી થતી હતી અત્યારે સરકાર દ્વારા આના ભાવ નકકી કરવામાં આવ્યા છે. જેથી અત્યારે પહેલા કરતા ખૂબજ આ સર્જરી સસ્તી થઈ છે.

પ્રશ્ન: શરીરના અવ્યવોની કુદરતે આપેલી ભેટ અને ટ્રાન્સપ્લાટમાં કેટલો ફર્ક હોય છે.

જવાબ: કુદરતે આપેલ અંગો ખૂબજ સારા હોય અને એવું તો આપણે બનાવી ન શકીએ પરંતુ આ સર્જરી કયારે કરવામાં આવે છે. કે જયારે સાંધો સાવ બગડી ગયો છે અને ચાલી શકે તેમ નથી ત્યારે પરંતુ આધુનિક ટેકનોલોજી પ્રમાણે એક દોઢ માસમાં દર્દી સ્વસ્થ થઈ શકે છે અને સર્જરી પછી પણ નીચે બેસી શકાય છે.

પ્રશ્ન: ચાલવાથી ઘુંટણને નુકશાન થાય છે

જવાબ: ચાલવાથી ઘૂંટણના સાંધામાં ઘસારો તો થાય જ છે. પરંતુ ગોઠણમાં દુ:ખાવો ન થતો હોય તો ચાલવું જોઈએ. પરંતુ ગોઠણમાં દુ:ખાવો પણ હોય અને તબીબની સલાહ મુજબ વોકીંગ કરવું જરૂરી હોય ત્યારે અમે બે એકસરસાઈઝ કરવાની સલાહ આપીએ જેમાં સ્વીમીંગ અથવા સાયકલીંગ કારણ કે સાયકલીંગથી શરીરનો વજન સીટ ઉપર આવી જતા ગોઠણનાં દુ:ખાવામાં રાહત રહે છે.

પ્રશ્ન: સાંધાના મીજાગરામાં ઓઈલની જરૂર હોય છે?

જવાબ: સાંધામાં લુબ્રીકેશન ઓઈલ હોય જ છે. કોઈ સાંધામાં લુબ્રીકેશન ન હોય તેવું બને જ નહીં, તેલ-ઘી સાથે મીજાગરા ને કોઈ સંબંધ નથી.

પ્રશ્ન: ઘુંટણનો દુ:ખાવો ન જ થાય તેના માટે શું કરવું?

જવાબ: યુવાનીમાં વોકીંગ, કસરત, યોગા, સાયકલીંગ વગેરે કરવાથી સાંધા મજબુત બને છે. અને શરીરનું વજન કંટ્રોલમાં રાખવું ખોરાકમાં કંટ્રોલ વગેરે.

પ્રશ્ન: નાની ઉંમરમાં ઘૂંટણના ઘસારાનું કારણ શું?

જવાબ: હાલની લાઈફ સ્ટાઈલ જંકફુડનો ખોરાક, વજનનું વધવું, બેઠાળુ જીવન, વ્યસનો વગેરે વગેરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.