Abtak Media Google News
  • ઉનાળામાં થતાં ચામડીના રોગો જેવા કે ફંગલ ઇન્ફેકશન, ધાધરનું મૂળ કારણ પરસેવો
  • મોસમમાં થતાં ફેરફારની સાથે ત્વચામાં પણ  અનેક ફેરફાર થતાં હોય છે. ખાસ કરીને ઉનાળો પોતાની સાથે અનેક પ્રકારની સમસ્યાઓ  લઈને આવતો હોય છે . ખીલ થવાં, બ્લેક અથવા વ્હાઈટ હેડ્સ  ઉપસી આવવાં,  ત્વચા ખૂબ જ સુકી અથવા તૈલીય  થઈ જવી વગેરે .

સામાન્ય રીતે ગરમીનું પ્રમાણમાં વધારો થતાં ચામડીના રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે.ગરમીમાં ચામડીમાંથી પરસેવાના કારણે ફંગલ ઇન્ફેક્શન થવાના  કેસોમાં વધારો જોવા મળે છે. યુવાનોમાં ખીલનું પ્રમાણ વધવું ,  ખંજવાળ આવવી  , ડિહાઈડ્રેશનની સમસ્યા  ,ધાધર જેવા અનેક રોગો થતાં હોય છે . આ બધા રોગોથી બચવા શરીરને યોગ્ય માત્રામાં પાણી , પ્રોટીન અને વિટામિન યુક્ત ખોરાક તથા યોગ્ય સાર સંભાળ રાખવામા આવે તો આસાનીથી બચી શકાય.

ત્વચાના રોગોથી બચવા માટે પ્રવાહી પદાર્થો વધુ ખોરાકમાં લેવા જોઈએ: ડો.સંજય જીવરાજાની

અબતક સાથેની ખાસ વાતચીતમાં ડો . સંજય જીવરાજ જાનીએ જણાવ્યુ હતું કે ઉનાળામાં આપણાં શરીરને વધુ પાણીની જરૂર હોય છે . તેવામાં આપણે દિવસ દરમ્યાન 3 લિટર જેટલું પાણી પીવું જોઈએ . ત્વચામાં થતાં રોગોથી બચવા આપણે પ્રોટીન યુકત ખોરાક અને કોટનના કપડાં પહેરવા જોઈએ . ઉનાળામાં ખાસ છાસ અને નારિયેળ પાણી પીવું જોઈએ. તરબૂચ સ્વાસ્થ્ય માટે અમૂલ્ય ખજાનો છે. તે સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીરની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

સનસ્ક્રીન ચામડીને રક્ષણ પૂરું પાડે છે : ડો. પ્રિયંકા સુતરીયા

અબતક સાથેની ખાસ વાતચીતમાં ડો. પ્રિયંકા સુતરીયાએ જણાવ્યુ હતું કે ઉનાળામાં તડકાને લીધે ચામડીને ગંભીર અસર થતી હોય છે .  તેવામાં બહાર જતી વખતે સનસ્ક્રીન લગાવી જોઈએ જેથી કરીને ચામડીને રક્ષણ આપી શકાય . ઉમર પ્રમાણે અલગ અલગ સનસ્ક્રીન લગાવી જોઈએ . મિનિમન 30 એસપીએફ રેન્જની  સનસ્ક્રીન લગાવી જોઈએ . જો તમે બહાર ખૂબ વધુ તડકામાં જાઓ છો તો 50 થી 80 એસપીએફ રેન્જની સનસ્ક્રીન લગાવી જોઈએ. સનસ્ક્રીનના અભાવથી ત્વચા થોડી જ ક્ષણોમાં  તડકાથી કરમાઈ જતી હોય છે . ગરમીમાં ફંગલ ઇન્ફેક્શન, સનબર્ન જેવી સમસ્યાઓ સામાન્ય છે. સૂર્યના તેજ કિરણો ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. પરિણામે ત્વચાનો રંગ કાળો પડી જાય છે જેને ‘સનટેન’ કહેવામાં આવે છે. અમુક લોકોની ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોય છે જે સૂરજના તેજ કિરણોને સહન નથી કરી શકતી. જેના પરિણામે સનટેન અથવા સનબર્ન થાય છે..

શુદ્ધ અને સાત્વિક ખોરાક હિટવેવથી થતી સમસ્યાઓથી બચાવશે : ડો.સુરેશ જોષીપુરા

અબતક સાથેની ખાસ વાતચીતમાં ડો.સુરેશ જોષીપુરાએ જણાવ્યુ હતું કે ઉનાળો ચામડી માટે દુશ્મન છે તેવું કહીએ તો ચાલે . ઉનાળામાં થતાં રોગોથી બચવા માટે ખોરાક પર ધ્યાન આપવું જોઈએ . ખાસ કરીને સાદો અને સાત્વિક ખોરાક લેવો જોઈએ . ઝીણી ફોડલીઓ અને ધાધર જેવા રોગ પરસેવાના લીધે થતાં હોય છે . તેનાથી બચવા માટે ખાસ કોટનના કપડાં પહેરવા જોઈએ . આ ઋતુમાં ચીકણી વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. આ માટે  છાશ, લસ્સી, નારિયેળ પાણી, લીંબુ પાણી, કાકડી, તરબૂચ, મોસમી ફળોનો રસ, ફુદીનો, ગુલકંદ, વરિયાળી અને ધાણાનું સેવન કરી શકો છો. ઉનાળામાં પાચન શક્તિ ખૂબ જ નબળી થઈ જાય છે, તેથી તમારે ભરપૂર ખોરાક ન ખાવો જોઈએ. ખોરાકની સાથે ઊંઘ પણ તેટલી જ મહત્વની છે .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.