Abtak Media Google News

ભાવનગર, અમરેલી, અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં પડી શકે છે વરસાદ: અમુક સ્થળોએ 30 થી 40 કી.મી.ની ઝડપે ફુંકાશે પવન

સૌરાષ્ટ્રના બે સહિત રાજયના આઠ જિલ્લાઓમાં આજે અને 1ર જિલ્લાઓમાં આવતીકાલે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. 30 થી 40 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યકત કરવામાં આવી હોય માછીમારોને પણ દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. રાજકોટ સહીતના શહેરોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સવારના સમયે આકાશમાં વાદળોમાં જમાવડો જામે છે. ગુરુવારે સૌરાષ્ટ્રમાં એક પણ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. રાજયમાં પ્રિ-મોનસુન એકિટવીટીની અસર તળે છેલ્લા એક સપ્તાહથી છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામા અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે જો કે ગઇકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જીલ્લામાં વરસાદ વરસી શકે છે. અમુક વિસ્તારોમાં 30 થી 40 કી.મી. ની ઝડપે પવન પણ ફુંકાવવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

દરમિયાન આવતીકાલે શનિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરુચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામા જયારે રવિવારે અમદાવાદ, ગાંધીનગર, ભરુચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને દિવમાં વરસાદ પડશે. દરમિયાન સોમવારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમા: વરસાદની આગાહી આપવામાં આવી છે હવે ગરમીનું જોર થોડુ ધટયું છે પરંતુ પરસેવે રેબઝેબ કરી રહ્યો છે. બફારો જનજીવનને અકળાવી રહ્યા છે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડીગ્રી, ડિસાનું તાપમાન 39.8 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 41.6 ડીગ્રી, વલ્લભ વિઘાનગરનું તાપમાન 39.9 ડીગ્રી, વડોદરાનું તાપમાન 39.8 ડીગ્રી, અમરેલીનું તાપમાન 38.4, ભાવનગરનું તાપમાન 39.3, રાજકોટનું તાપમાન 39.7 ડીગ્રી અને સુરેન્દ્રનગરનું તાપમાન 41.5 ડીગ્રી સેકશીયસ નોંધાયું હતું.

આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. વાદળછાંયુ વાતાવરણ છવાયેલું છે જો કે હજી ચોમાસાના સત્તાવાર આરંભ માટે હજી એક પખવાડીયાની રાહ જોવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.