Abtak Media Google News

કોરોના વાયરસથી વિશ્ર્વ આખુ હતપ્રત થઈ ઉઠ્યું છે. એમાં પણ કોરોના સમયાંતરે કાકિડાની જેમ કલર બદલતા વધુ જોખમ ઉભુ થયું છે. જેમ મોસમ અનુસાર, કેમેલિયોન કલર બદલે છે એમ કોરોના પણ ‘કલર’ બદલી રહ્યો છે. એક તરફ દેશભરમાં ફરી કેસ વધી રહ્યા છે.તો બીજી બાજુ વાયરસનાં નવા સ્ટ્રેનની સાથે તેમાં નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના લક્ષણોમાં શરદી, સુકી ઉધરસ, શ્ર્વાસ લેવામાં તકલીફ અને નબળાઈ વગેરેનો સમાવેશ થતો પરંતુ હવે, નવા બીજી ચોંકાવનારા લક્ષણોએ દેખા દીધા છે.

ફેંફસા, હૃદય બાદ હવે, આંતરડા પર પણ જોખમ ઉભુ કર્યું છે. કોરોના શરીરમાં પ્રવેશી આંતરડાને બ્લોક કરી દેતો હોવાના મુંબઈમાં કેસ નોંધાતા ડોકટરો પણ હેરાનીમાં મૂકાયા છે.મુંબઈના એક સર્જન મુફજલ લાકડાવાલા કે જેઆ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કોરોના વોરિયર્સ આ ડોકટર પાસે તાજેતરમાં એવા ચાર દર્દીઓ આવ્યા કે કોરોનાની સાથે જે ને આંતરડા બ્લોક, પેટદર્દ અને ડાયરીયાની તકલીફ હતી. ચારેય દર્દીઓએ કંઈ પણ ખાવા પીવાની સાથે જ પેટમાં દુ:ખાવો થવાની ફરિયા કરી હતી. તપાસ બાદ ખબર પહી કે આ ચાર,ય કોરોના ગ્રસ્ત દર્દીઓનાં આંતરડામાં બ્લોકેજ છે. એટલે કે, અપચાની ગંભીર સમસ્યા છે.

જે પણ ખાનપાન કરે તેનું પાચન થવામાં અવરોધ પેદા થાય છે.ડોકટર લાકડાવાલાએ જણાવ્યું કે, કોરોનાથી પીડિત મોટાભાગનાં દર્દીઓ પેટદર્દની જ ફરિયાદ કરી રહ્યા છે. કેઈએમનાં પૂર્વ ડીન અવિનાશ સુપે જણાવ્યું કે તેમની પાસેપણ 37 વર્ષનો એક એવો દર્દી આવ્યો હતો. જેને પેટમાં દુ:ખાવાની તકલીફ હતી અને રીપોર્ટ કરાવ્યા બાદ તે પોઝીટીવ આવ્યો ઈન્ફેકિશયસ ડીસીઝ સ્પેશ્યાલીસ્ટ ડોકટર તનુ સિંઘલે કહ્યું કે, એમાં કોઈ શકે કે બેમત નથી કે કોરોના તેનો કલર બદલી રહ્યો છે. સમયાંતરે કોરોનાનું નવું સ્વરૂપ સામે આવી રહ્યું છે. વર્ષ 2020ની સરખામણીએ કોરોના વાયરસ વધુ ખતરનાક બનતો જઈ રહ્યો છે. ગંભીર બિમારી ધરાવતા દર્દીઓમાં વાયરસ કોડની પણ ગંભીર અસર કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.