Abtak Media Google News

તેલ અને તેલની ધાર અત્યારે  આમ આદમી અને સરકાર બન્ને માટે વિચારનો વિષય બની ગયો છે. ખાદ્યતેલના ભડકે બળતા ભાવોને કાબુમાં લેવા સરકાર પ્રતિબદ્ધ બની છે. સિંગતેલ સહિતના ખાદ્યતેલોમાં આગ ઝરતી તેજીને લઈને સરકારે પામોલીન તેલની આયાત કરીને ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવા માટે કવાયત હાથ ધરી છે. ભારતમાં વપરાતા ખાદ્યતેલની જરૂરીયાત અને માંગ તેમજ પુરવઠાના સંતુલન માટે પામોલીન તેલની આયાત કરવામાં આવે છે.

છેલ્લા કેટલાંક સમયથી દેશમાં ખાદ્યતેલના ભાવો ભડકે ભળી રહ્યાં છે. મગફળી, સોયાબીન, સૂર્યમુખી, કપાસીયા, રાયડાના તેલમાં પ્રવર્તી રહેલા તેજીના દૌર વચ્ચે ખાદ્યતેલ રોજ નવા ભાવના વિક્રમ સર્જી રહ્યું છે. તેવા સંજોગોમાં હવે પામતેલની આયાત કરીને ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવાના પ્રયત્નો શરૂ થયા છે. ભારતમાં પામતેલની આયાત ગયા મહિને 27 ટકા જેટલી ઘટી ગઈ હતી. આ ઘટાડો છેલ્લા નવ મહિનામાં સૌથી વધુ હતો. ઘરેલુ માંગના ઘટાડાના પગલે આ આયાત ઘટાડવામાં આવી હતી. ભારતમાં ગત વર્ષે 394, 495 ટન જેટલું પામોલીન તેલ આયાત કરવામાં આવ્યું હતું. જે અગાઉના વર્ષોના 540, 470 ટનથી ઘણું ઓછુ હતું તેમ સીના પ્રવકતાએ જણાવ્યું હતું. આ જ રીતે સોયાબીનની આયાતમાં પણ 322, 448 ઘટીને 285, 993 ટન થઈ જવા પામી હતી. પરદેામાંથી સૂર્યમુખીની આવક પણ ઘટીને 226,743 ટનમાંથી 116,110 સુધી નીચે ઉતરી જવા પામી છે.

ભારત પામોલીન તેલની આયાત ઈંડોનેશીયા અને મલેશીયાથી કરે છે. જ્યારે અન્ય તેલમાં સોયાબીન અને સૂર્યમુખીનું તેલ અર્જેન્ટીના, બ્રાઝીલ, યુક્રેન અને રશિયાથી કરવામાં આવે છે. ભારતમાં કોરોનાની કટોકટી અને વૈશ્ર્વિક મંદીના પગલે ઓછો માલ આવતા માગ વધી છે અને હવે હોટલ અને ઘરેલુ વપરાશમાં ખાદ્ય તેલની માગ વધતા પામોલીન તેલની આયાત વધારીને ભાવ વધારાને અંકુશમાં લેવામાં આવશે.

ખાદ્યતેલમાં પામોલીનનું શું મહત્વ…!

રસોઈના રાજા ગણાતા તેલ વગરનું ભોજન અશકય છે. તેલ સ્વાદ રસની સાથે સાથે શક્તિવર્ધક માનવામાં આવે છે. સામાન્ય રીતે ખાવાલાયક તેલમાં મગફળી, કપાસીયા, તલ, રાયડો, સોયાબીન, સૂર્યમુખી તેલનો ઉપયોગ થાય છે. પરંતુ ફરસાણ તળવામાં પામોલીન તેલ ઉપયોગી થાય છે. પામોલીન તેલમાં તળેલુ ફરસાણ લાંબા સમય સુધી ખોરૂ થતું નથી. ઉપરાંત ખાદ્યતેલની અછત પુરવા માટે પણ પામોલીન તેલનો એડીબલ ઓઈલ તરીકે ઉપયોગ થાય છે. માત્ર સસ્તુ હોવાના કારણે પામનો ઉપયોગ થતો નથી. પામમાંથી બનતા ફરસાણ સહિતની ચીજવસ્તુઓ લાંબો સમય સુધી ટકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.