Abtak Media Google News

શુક્રવારે અમેરિકાના રાષ્ટ્પતિ જો બિડેન એરફોર્સ વનમાં એટલાન્ટા જવા રવાના થવાના હતાં, એટલાન્ટામાં એશિયન-અમેરિકન સમુદાયના નેતાઓને મળી એક પાર્લર પર સામુહિક ગોળીબાર થયો હતો તે મુદ્દે ચર્ચા કરવાના હતા. પણ એરફોર્સ વનમાં સીડી ચડતી વખતે ત્રણ વાર લથડી પડ્યા હતા. રાષ્ટ્રપતિનો સીડી પરથી લથડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહ્યો છે.

Advertisement

વીડિયોમાં જોઈ શકીયે કે, રાષ્ટ્રપતિ જો બીડેન પવનનો વેગ વધુ હોવાથી સીડીની રેલિંગ પકડીને દાદરા ચડે છે. એમાં તે થોડા આગળ જાય ત્યાં લથડી જાય છે. પાછા ઉભા થઇને આગળ જવાની કોશિષ કરે ત્યાં ફરી લથડી જાય છે. આવું ઉપરા ઉપર બે-ત્રણ વાર થાય છે. પછી પોતે સ્વસ્થ અને સંતુલિત થઇને સીડીની બંને તરફની રેલિંગ પકડી દાદરા ચડી જાય છે.

એક અહેવાલમાં પ્રેસ સચિવ કરિન જીન-પિયરે વ્હાઇટ હાઉસ પૂલના પત્રકારોને જણાવ્યું હતું કે, “સીડી પરથી લથડિયાં બાદ રાષ્ટ્રપતિ બિડેન અત્યારે સ્વસ્થ હાલતમાં છે, અને તે સફરમાં સલામત રીતે નીકળી ગયા છે. તે
સમયે પવન ખૂબ ફૂંકાતો હતો, તેથી પગથિયાં પર સંતુલન બનાવું મુશ્કેલ થઈ ગયું હતું.”

ગયા વર્ષે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કરી, 78 વર્ષની ઉંમરે જો બિડેન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ નિમાયા હતા. અમેરિકાના ઇતિહાસમાં બિડેન સૌથી વધુ ઉંમરના રાષ્ટ્પતિ બનિયા છે. નવેમ્બર મહિનામાં, બિડેન તેના ડોગ “મેજર” સાથે રમતી વખતે તેમના જમણા પગમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું. 2020ની ચૂંટણીમાં કેટલાક લોકોએ બિડેનના સ્વાસ્થ્ય અને સલામતી વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.