Abtak Media Google News

લોકસભા ચૂંટણી પૂર્વે જ બનાસકાંઠા બેઠક પરી ટિકિટ આપવા ધોકો પછાડયો

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ટિકિટ મામલે ધમાસાણ શરૂ થઈ છે. અગાઉ લીલાધરભાઈ વાઘેલાના પુત્રએ ભાજપ છોડી કોંગ્રેસમાં ઝંપલાવ્યા બાદ હવે લીલાધરભાઈ વાઘેલાએ પણ ભાજપનું નાક દબાવવા બનાસકાંઠા બેઠક પરી ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી પ્રવર્તમાન કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીને આ બેઠક ખાલી કરવા વિનંતી કરતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે અને લીલાધરભાઈ પણ અસંતોષને લઈ ભાજપ છોડવાની ફિરાકમાં હોવાના સંકેતો મળી રહ્યાં છે.

લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે શિસ્તબધ્ધ પાર્ટી ગણાતા ભાજપમાં ટિકિટના ખેલ શરૂ થઈ ગયા છે. ભાજપના પીઢ આગેવાન લીલાધરભાઈ વાઘેલાએ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીને બનાસકાંઠા બેઠક ખાલી કરવા માટે ઈશારો કરી પોતાને બનાસકાંઠાી ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે લીલાધરભાઈ વાઘેલાએ ખેડૂતોના પાક વિમા પ્રશ્ર્ને પણ વડાપ્રધાન સમક્ષ પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા જેમાં ખાસ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. જેના પરી સ્પષ્ટ બને છે કે તેઓ બનાસકાંઠા જિલ્લાી ચૂંટણી લડવા ઈચ્છે છે.

આ અગાઉ ભાજપ પ્રત્યે નારાજગીના કારણે લીલાધરભાઈ વાઘેલાના પુત્ર અજય વાઘેલા ભાજપ છોડી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે ત્યારે અગાઉ બે-બે વખત ડિસા વિધાનસભા માટે ટિકિટની માંગણી કરનાર લીલાધરભાઈએ લોકસભા ચૂંટણી નજીક આવતા જ બનાસકાંઠા બેઠક માટે દાવો કરતા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

વધુમાં લીલાધરભાઈ વાઘેલાએ એવું પણ જણાવ્યું હતું કે, ૨૦૧૪માં પોતે પાટણી લડયા એટલે જે બનાસકાંઠામાં હરીભાઈ જીત્યા છે તેઓએ ગર્ભીતપણે ચિમકી આપતા જણાવ્યું હતું કે, પોતાનો ઉપકાર હરીભાઈએ ન ભુલવો જોઈએ અને આગામી લોકસભા ચૂંટણી માટે પક્ષે પોતાને બનાસકાંઠાી જ ટિકિટ આપવી જોઈએ. જો કે તેની ઉંમર ૮૩ વર્ષે પહોંચી હોય ભાજપ તેના સિધ્ધાંત અને શિસ્તબધ્ધતાને કારણે ટિકિટ ન આપે તેવું જણાઈ રહ્યું છે.

જો કે સતત છ-છ ટર્મથી ચૂંટાઈ આવતા લીલાધરભાઈનું ઠાકોર સમાજમાં વજન પડે છે અને ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે લીલાધરભાઈને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી ભાજપે મંત્રીપદ પણ આપ્યું હતું અને ૨૦૧૪ની લોકસભામાં પાટણી ચૂંટાયા બાદ ડિસા બેઠક માટે ૫ માંથી ૧ સંતાનને ટિકિટ આપવા ભાજપ હાઈકમાન્ડને દબાણ કર્યું હતું અને પોતાના પુત્ર દિલીપને ટિકિટ આપવા ધમપછાડા કર્યા હતા પરંતુ હાઈકમાન્ડે તેઓને મનાવી લીધા હતા પરંતુ આ વખતે ઉંમરના કારણે તેઓની બાદબાકી નિશ્ર્ચિત મનાતી હોય લીલાધરભાઈ વાઘેલાએ છેલ્લી ઘડીએ ભાજપ માટે મુશ્કેલી સર્જી હોય તેવું જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.