Abtak Media Google News

મૃતકની ઓળખ થયા બાદ જ હત્યા કોણે અને શા માટે કરી? તે અંગેની વિગતો  બહાર આવશે

લીંબડી શહેર માં થી પસાર થતી ભોગાવો નદીના પટમાં અનેક અવાવરૂ કુવાઓ આવેલા છે. ઊંટડી પુલ નજીક નદી ના પટમાં એક કુવામાં થી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતક યુવતી ના ચહેરા પર પ્લાસ્ટિક ની કોથળી થી બાંધી દેવા મા આવી હતી તો બંને હાથ અને પગ બાંધી પગ મા પત્થર ભરેલી થેલી બાંધેલી હાલતમાં પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.  મૃતકની ઓળખ મળ્યા બાદ જ હત્યા કોણે અને શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવશે

પ્રાપ્ત થતી વિગતો મુજબ ભોગાવો નદીના પટમાં સાંજે નાના  છોકરાઓ ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન નદી ના પટમાં આવેલા અવાવરૂ કુવામાં દડો જતાં છોકરાઓ દડો શોધવા કુવામાં ડોકાચીયુ કરતા કુવામાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોય છે અને કોઈ યુવતી નો ચહેરો પ્લાસ્ટિક ની કોથળી બાંધેલો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા છોકરાઓ એ બુમાબુમ કરી લોકોને બોલાવ્યા હતા. દોડી આવેલા લોકોએ પોલીસને જાણ કરતા લીંબડી પોલીસ ટીમ દોડી આવી હતી.

લીંબડી પોલીસે કુવામાં થી લાશને બહાર કઢાવી પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં યુવતી ની હત્યા કરી નાખી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ જાણવા મળી રહ્યું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. મૃતદેહ પર થી યુવતી ની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ થયાબાદ હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.