Abtak Media Google News

સફારી ડ્રાઇવ દિવસમાં માત્ર બે ટ્રીપ અને સભ્ય સંખ્યા સાથે અભયારણ્યના બહારના રૂટ ખોલવા માંગ

વિશ્વ પ્રસિદ્ધ એશિયાટીક સિંહોની ભૂમિ ગીર અભયારણ્યનાહોટેલ એસોસિએશન ગઈકાલે વન મંત્રીઅને ટોચના વન અધિકારીઓને રૂબરૂ મળી ગીર અભયારણ્યના પ્રાકૃતિક જતન અને સરળતા માટે ચોમાસામાં બંધ રહેતી ગીરની સફારી સેવા 30 જુન સુધી ચાલુ રાખવા અને દિવસમાં ત્રણ ના બદલે બે ટ્રીપની મંજૂરી પેસેન્જરોની સંખ્યા અને અભયારણ્યની બહાર ના રૂટ પર મંજૂરી આપવા જેવી માંગણી સાથે રજૂઆત કરી હતી.

હોટેલ એસોસિએશનના પ્રતિનિધિત્વ માં મુકેશ મહેતા , હમીરભાઈ બારડ , બળવંત ધામી અને વિનુભાઈ તમામ સંબંધિત મંત્રીઓને મળ્યા હતા. ચોમાસામાં સફારી બંધ થવાથી સાસણ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોચિંતિત છે. તમામને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી  સફારી 30જૂન સુધી લંબાવીએ અને તેને 1ઑક્ટોબરથી ખોલવાની મંજૂરી અને એક દિવસમાં માત્ર બે સફારી ચલાવવાની પણ માંગ કરી છે. સવારે અને સાંજે. ત્રણ સ્લોટના કારણે આખો દિવસ વન્યજીવન પરેશાન રહેતા હોવાથી  બધી સફારીને બે સ્લોટમાં વહેંચી વાહનની બેઠક ક્ષમતા વધારવા નીવિનંતી કરી છે.

સફારી અને હોટલ ઓપરેટરોને વધુ પરવાનગીઓ જોઈતી નથી પરંતુ. એસોસિએશને ચોમાસાદરમિયાન રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની બહાર સફારી માર્ગો ખોલવાની પણ માંગ કરી છે. રજૂઆતને સરકારનાતમામ જવાબદાર મોનિસ્ટરો અને અધિકારીઓએ ધ્યાનપૂર્વક સાંભળી સકારાત્મક વલણ અખત્યાર કરી અને 15 જૂન પહેલા તમામ પગલાં લેવાની ખાતરી આપી હતી. તંત્રના સકારાત્મક વલણ અંગે હોટેલ એસોસિએશન દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.