Abtak Media Google News

મજેવડી દરવાજા અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલી સરોવર પોર્ટીકો હોટલના પાર્કિંગમાં ૪૪ સેક્ધડ સુધી સિંહણે આંટા માર્યા

જંગલના રાજા સાવજને  જૂનાગઢ શહેરમાં લટાર મારવાની ભારે ઈચ્છા થઈ હોય તેમ મંગળવારની વહેલી સવારે જૂનાગઢની મધ્યમાં આવેલ સરદારપરા વિસ્તારમાં સિંહે લટાર મારી હોવાના વિડીયો વાયરલ થયા બાદ તે જ વહેલી પરોઢે એક સિંહે મજેવડી દરવાજા નજીક આવેલ એક ખ્યાતનામ હોટલમાં ૪૪ સેક્ધડ સુધી લટાર મારી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના મજેવડી દરવાજા અને રેલવે સ્ટેશન વચ્ચે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આવેલ સરોવર પ્રોટિકો હોટેલમાં ગતરાત્રીના એક સિંહ હોટલ નો મેઈન ગેટ ટપીને હોટલમાં પ્રવેશ્યો હતો અને ૪૪ સેક્ધડ સુધી હોટલના પાર્કિંગ અને પેસેજમાં લટાર મારી હતી. આ સિંહનો લટાર મારતો વિડિયો ગત મોડીરાત્રીના વાયરલ થયો હતો, અને આ વિડીયો જોઈ લોકો રોમાંચિત બન્યા હતા અને આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ એટલો જ વાઇરલ થવા પામ્યો હતો.

જોકે એક વાત મુજબ મંગળવારની વહેલી સવારે જે સિંહ સરદાર પરામાં લટાર મારતો સીસી કેમેરામાં કેદ થયો હતો તે જ સિંહ રેલવે લાઇનને ક્રોસ કરી રેલવે વર્કશોપ અથવા અંડર બ્રિજ પાસેથી રેલવે સ્ટેશન અને મજેવડી ગેટ વચ્ચેના મુખ્ય માર્ગ પર પહોંચ્યા બાદ વાહનની આવન-જાવન ધરાવતા મેઇન રોડ ઉપર ચાલવાને બદલે વનમાં જવાનો રસ્તો શોધતો હોય ત્યારે હોટલમાં ઘૂસ્યો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે મંગળવારની આ ઘટનાને લઇને વન વિભાગની વાત માનીએ તો, વનવિભાગે રેલવે યાર્ડ સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી અને આ સિંહ સરદારપરા માથી રેલવે યાર્ડ સહિતના વિસ્તારોમાંથી નીકળી ગયો હતો અને મોડી રાત્રે તે મજેવડી નજીકના વિસ્તારમાં હોવાની આશંકાના પગલે મેડિકલ કોલેજ પાછળના વિસ્તાર  અને ખાપરા કોડિયાની ગુફા આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરી હતી પરંતુ તે ક્યાંય જોવા મળ્યો નથી, આથી સિંહ વહેલી સવારે જ જોગણીયા ડુંગર તરફના જંગલમાં ચાલ્યો ગયો હોવાનું વનવિભાગ માની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.