Abtak Media Google News

સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થતા લોકોમાં ભય

જૂનાગઢના પ્રવેશદ્વાર એવા બીલખા ગેટ પાસે ગતરાત્રિના ચાર સિંહ આનંદ પ્રમોદ કરતા જોવા મળ્યા હતા અને સિંહની આ મસ્તીભર્યો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે કુતૂહલ ફેલાવ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો ગઈકાલનો જુનાગઢના બિલખા રોડ ઉપર આવેલા ગેટ નજીકનો હોવાનું જણાવવામાં આવ્યું છે. અને ચાર સિંહો મસ્તી કરતા હોવાનું આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે. સિંહની આ મોજ મજા દર્શાવતો આ વિડીયો સિંહ પ્રેમીઓમાં મોજ ફેલાવી રહ્યો છે. જો કે આ વિસ્તારમાં રહેતા લોકો આ વિડીયો જોતા થોડા ભયભીત બન્યા છે.

અત્રે નોંધનીય છે કે,  સોમવારે મોડી રાત્રિના ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ચાર સિંહ લેટર મારતા હોવાનું સીસી ટીવી કેમેરામાં કેદ થવા પામ્યું હતું. ત્યારે મંગળવારના ચાર સિંહ બિલખા રોડ ઉપર અડિંગો જમાવી બેસી ગયા હોવાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.