Abtak Media Google News

સ્વામિનારાયણ ચોક ખાતે થયો શુભારંભ: નિ:શુલ્ક ડાયાબિટીસ તપાસ કરાશે, ગીરીરાજ હોસ્પિસ્ટલમાં સામાન્ય ફી સાથે નિદાન કરવામાં આવશે

વિશ્ર્વના તમામ દેશોમાં ડાયાબીટીસની સમસ્યાઓ વધી છે ત્યારે ભારત વિશ્ર્વમાં ડાયાબીટીસનાં દર્દીની સંખ્યામાં બીજો નંબર છે.

રાજકોટનાં વોર્ડ નં.૧૩ માં સ્વામીનારાયણ ચોક, તપોભુવન સોસાયટી શેરી નં.૧ ખાતે લાયન્સ કલબ રાજકોટના પૂર્વ ડીસ્ટ્રીક ગર્વનર બી.ડી. જાડેજાની પ્રેરણાથી લાયન્સ ડાયાબીટીસ સેન્ટરની શ‚રૂઆત કરવામાં આવી છે. જેમાં નિ:શુલ્ક ડાયાબીટીસ સ્કેનીંગ કરી આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીને નિદાન માટે ગિરીરાજ હોસ્પિટલમાં સામાન્ય ફિ સાથે નિદાન કરી આપવામાં આવશે. ઓજે લાયન્સ ડાયાબીટીસ સેન્ટરનું આજે ઉદધાટન કરવામાં આવ્યું હતું.

જેમાં ગીરીરાજ હોસ્પિટલના ડો.મયંક ઠકકર, લાયસન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છ ગર્વનર દિવ્યેશ સાકરીયા સહિતના લાયન્સ કલબના પૂર્વ ડીસ્ટ્રીક ગર્વનર, તથા લાયન્સ ડાયાબીટીસ કેર સેન્ટરના પ્રેરણા સ્ત્રો બી.ડી. જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના ઉ૫સ્થિત રહ્યા હતા.

ડાયાબિટીસ શું છે? તેના પ્રકાર કયાં કયાં?

ડાયાબીટીસ એટલે માનવ શરીરમાં સુગરનું પ્રમાણ વધવું રોજે જ આહાર લેવામાં આવે છે. તેમાંથી પાચન થઇ ગ્લુકોઝ બને છે જે સર્કરાને શરીર વાપરી શકે છે. જયારે આ પાચન પ્રક્રિયા બગડે તેને ડાયાબીટીસ કહેવામાં આવે છે. જેનું કારણ બદલતું જીવન ધોરણ અને આહાર છે. ડાયાબીટીસના બે પ્રકારો છે. સામાન્ય રીતે ડાયાબીટીસ વન નાની ઉમરથી શરૂ ‚થાય છે. મોટી ઉમરમાં થાય તે ડાયાબીટીસ ટુડાટાબીટીસ નશો કીડની સહિતના અનેક અંગોમાં જમા થઇ અંગોને બગાડે છે. હ્રદયમાં ડાયાબીટીસ જમા થવાના કારણે હાર્ટએટેક આવી શકે નશોમાં જમા થતા પેરાલીસીસ આવી શકે કિડની ફેલરનું કારણ, આંધળાપણા માટે પણ ડાયાબીટીસ જવાબદાર છે.

જરૂરિયાતમંદો નિ:શુલ્ક ડાયાબિટીસ તપાસ તથા સામાન્ય ફી સાથે નિદાન કરાવી શકે તેવો પ્રયાસ કરાયો: બી. ડી. જાડેજા

Vlcsnap 2020 06 13 09H28M36S977

બી.ડી. જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું લાયન્સ કલબ ઇન્ટરનેશનલ અનેક સેવાકિય કામગીરી કરી રહ્યું છે. ત્યારે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ અને લાયન્સ કલબના સંયુકત ઉપક્રમે લાયન્સ ડાયાબીટીસ કેર સેન્ટરની જ‚રૂરીયાતમંદ લોકો માટે શ‚રૂઆત કરવામાં આવી છે. જેમાં નિ:શુલ્ક ડાયાબીટીસ ચેકઅપ તથા લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવશે. સાથોસાથ ડાયાબીટીશના દર્દીઓને ગીરીરાજ હોસ્પિટલમાં નજીવી ફીમાં ડાયાબીટીશની કેર કરવામાં આવશે. ત્યારે આ પ્રોજેકટનું આજે ઉદધાટન થયું છે. ત્યારે લાયન્સ કલબના ગવર્નર, મંત્રીઓ સહિતનાઓનો આભાર પણ વ્યકત કર્યો હતો.

રાજકોટના લોકો માટે નિ:શુલ્ક ડાયાબિટીસ તપાસ સેન્ટર શરૂ ‚કરવા બદલ સૌનો આભાર: શૈલેશભાઇ ડાંગર

Vlcsnap 2020 06 13 09H28M59S373

વોર્ડ નં.૧૩ના શૈલેષભાઇ ડાંગરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સ્વામીનારાયણ ચોક તપોભવન સોસાયટી શેરી નં.૧ માં લાયન્સ ડાયાબીટીસ કેર સેન્ટરની શ‚આતકરવામાંઆવીછે. ખાસ તો જાડેજા તથા લાયન્સ કલબ ગીરીરાજ હોસ્પિટલે પણ આભાર વ્યકત કર્યો. ખાસ તો વોર્ડના તમામ લોકોનું  નિ:શુલ્ક ડાયાબીટીસ ચેકઅપ કરાવી શકશે. ઉપરાંત વોર્ડ નં.૧૩ સહિત સમગ્ર રાજકોટના લોકો પોતાનું નિ:શુલ્ક ડાયાબીટીસ તપાસ કરાવી શકશે.

લાયન્સ ડાયાબિટીસ કેર સેન્ટરમાં સ્ક્રીનીંગ બાદ દર્દીઓનું સામાન્ય ફી સાથે નિદાન કરાશે: ડો. મયંક ઠકકર

Vlcsnap 2020 06 13 09H28M49S644

ગીરીરાજ હોસ્પિટલના ડો. મયંક ઠકકરે જણાવ્યું કે, વિશ્ર્વમાં ભારત ડાયાબીટીસના દર્દીના પ્રમાણમાં બીજા નંબરે છે. ત્યારે ડાયાબીટીસ અંગે જાગૃતતા આવે તે અનિવાર્ય છે. ખાસ તો ડાયાબીટીસથી જે લોકો પીડાય છે તેવોને ખરેખર ખબર જ નથી હોતી કે તેઓને ડાયાબીટીસ છે. ત્યારે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા લાયન ડાયાબીટીસ કેર સેન્ટરની શ‚રૂઆત કરવામાં આવી છે. ડાયાબીટીસનાં સ્કીનીંગ બાદ ગીરીરાજ હોસ્પિટલમાં સામાન્ય ફી સાથે દર્દીની ટ્રીટમેનટ કરવામાં આવશે. અને ડાયાબીટીસનું નિદાન કરવામાં આવશે.

ડાયાબીટીસનું પ્રમાણ ધટાડવા તથા નિદાન માટે કેર સેન્ટર શરૂ કરાયું: દિવ્યેશ સાકરીયા

Vlcsnap 2020 06 13 09H28M55S471

લાયન્સ કલબ ઇન્ટરનેશનલનો સૌરાષ્ટ્ર કચ્છનાં ગર્વનર દિવ્યેશભાઇ સાકરીયાએ જણાવ્યું કે વિશ્ર્વના ર૧૦ દેશોમાં પોતાના સેવા કાર્ય થકી લાયન્સ  કલબ પોતાનું નેતૃત્વ ધરાવે છે. એનવાયરમેન્ટ, વિઝન, હંગર, પીડીયાટ્રીક કેન્સર અને ડાયાબીટીસ વિશ્ર્વની આ પાંચ ગ્લોબલ કોઝપર લાયન્સ કલબ કાર્યરત છે. ત્યારે જરૂ‚રીયાતમંદ લોકોને ડાયાબીટીસનું નિદાન તથા સારવાર મળી રહે તેવા જ આશય સાથે લાયન્સ ડાયાબીટીસ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવ્યું છે. આ ઉ૫રાંત આગામી દિવસોમાં ફુલફલેગ ડાયગ્નોસ્ટીક સેન્ટર બનાવવાની પણ હજુ પ્લાનીંગ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.