Abtak Media Google News

બાપુનગરના કોંગ્રેસી ધારાસભ્ય હિંમત પટેલે પૂછેલા પ્રશ્ર્નમાં ચોંકાવનારી વિગતો કરાઈ રજૂ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે પણ સાવજોની વાત કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ગીર અભયારણ્ય આપણી સામે ઉપસી આવતું હોય છે. સાવજોનું પોતાનું ઘર એટલે સાસણગીર પરંતુ એક બાજુ સાવજોની વસતી વધારા તરફ ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે ત્યારે બીજીબાજુ સાવજો માટે જોખમ સમાન ખુલ્લા કુવાઓની સંખ્યા હજુ પણ સાત હજાર જેટલી છે, તેવી ચોંકાવનારી વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી છે. ખુલ્લા કૂવાઓને કારણે સાવજો સહિત રક્ષિત વન્યપ્રાણીઓના જીવ જોખમમાં મુકાયા છે તે બાબતને નકારી શકાય નહીં. આ ખુલ્લા કૂવાઓ કેટલા સમયમાં બંધ કરવામાં આવશે તે અંગે પણ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સાસણ-ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં રહેલા ખુલ્લા કૂવાઓને તાત્કાલિક ધોરણે પારાપેટથી સુરક્ષિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે, અભયારણ્યમાં લુપ્ત થતી તેમ જ લુપ્ત થવાના આરે રહેલા વન્યપ્રાણીઓને રક્ષિત કરવાના

ઉદ્દેશ્યથી રાખવામાં આવતા હોય છે. સાસણ ગીરની ઓળખ સમાન સાવજને રક્ષિત કરવા તેમજ તેમની વસ્તીને વધારવા માટે સાસણ ગીર અભયારણ્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ, હાલ સુધી સાસણ – ગીરમાં આશરે 7 હજાર જેટલા ખુલ્લા કૂવાઓ અસ્તિત્વમાં છે. ત્યારે ચોક્કસ સવાલ ઉદ્ભવીત થઈ રહ્યો છે કે, આ ખુલ્લા કૂવાઓ સાવજને મોતની છલાંગ લગાવી દેશે કે કેમ?

ગુજરાત સરકાર દ્વારા ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં સિંહ અને રક્ષિત વન્ય પ્રાણીઓને બચાવવા માટે કૂવામાં પડવાના બનાવો સામે ખુલ્લા કૂવા પર પારાપેટ બનાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે પરંતુ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં અંદાજે 6738 ખુલ્લા કુવા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા વિધાનસભાની પ્રશ્નોત્તરીમા સામે આવ્યા છે.

બાપુનગરના કોંગ્રેસી ધારાસભ્ય હિંમત પટેલે ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં પારાપેટ બનાવવાની વિગતો માંગી હતી. આ પેઢીના ગુણોના કારણે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ શિવ કથા પ્રાણીઓ અને મરવાના તેમજ ઇજા થવાના બનાવવાની વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં અંદાજે 6738 ખુલ્લા કૂવાઓ આવેલા છે. આ કુવાઓ બજેટ ઉપલબ્ધ થયે પારાપેટથી સુરક્ષિત કરવામાં આવશે તેવી ખાતરી પણ ગૃહમાં આપવામાં આવી હતી.

બજેટની રાહમાં સાવજને જોખમમાં મૂકી દેવાશે?

જે રીતે જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે, બજેટ ઉપલબ્ધ થયે પારાપેટથી કૂવાઓને સુરક્ષિત બનાવવામાં આવશે. ત્યારે સવાલ એ પણ ઉદભવી થઈ રહ્યો છે કે, ગીરમાં રહેલા સાત હજાર જેટલા ખુલ્લા કુવાઓને પારાપેટથી સુરક્ષિત બનાવવા માટે બજેટ ક્યારે ઉપલબ્ધ થશે ? અને કઈ રીતે થશે ? શું બજેટની રાહમાં સિંહોને જોખમમાં મુકી દેવામાં આવશે કે કેમ ? જો ખુલ્લા કૂવામાં પડી જવાથી સાવજોના મોત થાય તો તેનો જવાબદાર કોણ ? તે સવાલ પણ ચોક્કસ ઉદભવી થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.