Abtak Media Google News

4080 બોટલ શરાબ, 672 બીયરના ટીન અને વાહન મળી રૂ. 17.91 લાખનો મુદામાલ કબ્જે: ચાલક ઝડપાયો 

પડધરીના વણપરી તોલનાકા નજીક આઈસરમાંથી વિદેશી દારૂની 4080 બોટલ અને 672 બીયરના ટીન મળી રૂ.17.91 લાખના મુદામાલ સાથે રાજસ્થાનના શખ્સને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધો છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ.એ.આર. ગોહિલને બાતમી મળી હતી કે પડધરી નજીક આવેલા વણપરી યોલનાકેથી જી.જે.18 એ.એકસ 6266 નંબરનું આઈસર નીકળવાનું જેમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવ્યો હોઈ જેના આધારે એલસીબીની ટીમ વણપરી ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઈ જઈ, બાતમી મળેલુ આઈસર પસાર થતા તેને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 4080 બોટલ અને 672 બીયરના ટીમ મળી આવતા વાહન, રાબ અને બીયર મળી રૂ. 17.91 લાખના મુદામાલ સાથે રાજસ્થાનના ઉદારામ માંગીલાલ શારણ નામના શખ્સની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.