Abtak Media Google News

નબળો કારીગર હથિયારના વાંક કાઢે

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને ઉથલાવવા લોકડાઉનમાં વિલંબ થયો હોવાના કમલનાથના આરોપ બાદ સામસામી દલીલો

મહામારી રોકવા કેન્દ્ર સરકારે જે દિવસે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી તેના આગલા જ દિવસે કમલનાથ સરકારનો અસ્ત થયો હતો અને કમળ ખીલ્યું હતું. મધ્યપ્રદેશમાં કમળ ખીલવવા માટે લોકડાઉનની જાહેરાતમાં ઢીલ કરાઈ હોવાના આક્ષેપ હવે કમલનાથ કરી રહ્યાં છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર ઉથલાવવા માટે તે સમયે લોકડાઉનની જાહેરાતમાં સરકારે વિલંબ કર્યો હોવાનું પણ કમલનાથનું કહેવું છે. પોતાની સરકાર બચાવવા માટે નિષ્ફળ નિવડેલા કમલનાથ હવે નબળો કારીગર હથિયારના વાંક કાઢે તે કહેવતને સાર્થક ઠેરવી રહ્યાં છે. તેઓ હવે લોકડાઉનનો વાંક કાઢી રહ્યાં છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આક્ષેપ કર્યો હતો કે માત્રને માત્ર સરકાર બચાવવાના ચકકરમાં મધ્યપ્રદેશમાં કોરોના વાયરસની અસરકારક કામગીરી પાછી ઠેલાઈ રહી છે. ભોપાલનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આ આક્ષેપ કર્યો હતો. શિવરાજસિંહ ચૌહાણે ગયા મહિને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ કલાક પછી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ૪ માર્ચથી શરૂ થયેલી રાજકિય ગતિવિધિ ૨૩ માર્ચ જયારે શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રીનાં શપથ લીધા બાદ પુરી થઈ હતી અને ત્યારબાદ વડાપ્રધાને ૨૪મી માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનનો આ વિલંબ મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસની સરકાર પાડવા માટે કરાયો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

કમલનાથે કહ્યું હતું કે, શા માટે દેશમાં ઝડપથી કોરોના ફેલાય ગયો અને શા માટે મધ્યપ્રદેશનાં ૪૬ આરોગ્ય વિભાગનાં અધિકારીઓને મુખ્ય સચિવને પોઝીટીવ રીપોર્ટ આવ્યો ? કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથે જણાવ્યું હતું કે, કોરોનાના આ વાયરામાં રોકેટ ગતિએ કામ કરવું વિજ્ઞાનમાં એ વાત સમજમાં આવી જાય કે લોકડાઉનમાં શા માટે વિલંબ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ સરકારને વહેલાસર ૧૨મી ફેબ્રુઆરીએ જ પગલા લેવાની હિમાયત કરી હતી. કમલનાથે પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે ગૃહ બરાખાસ્તની જાહેરાત ૧૬ માર્ચે કોરોના વાયરસનાં કારણે કરી હતી. જયારે સરકારે આ સંક્રમણ સામે કડક પગલા લેવાનું શરૂ કર્યું હતું પરંતુ કેન્દ્રએ વિધાનસભાનો નિર્ણય આવે ત્યાં સુધી બરખાસ્તીનો ઈન્કાર કર્યો હતો.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, દેશમાં હિતનાં જોખમે આ મહામારી સામે રાજકારણ મુકીને આ સંક્રમણના ફેલાવવાની ગંભીરતા સમજી ન હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ચકાસણીની ઢીલી નીતિનાં કારણે અહીં પરિસ્થિતિ બગડી હતી. કેન્દ્ર સરકાર સંશાધનોના અભાવ અને ટેસ્ટીંગ કીટની અછતની દલીલ કરી રહી છે પરંતુ જયારે કામગીરીના આદેશ થયા ન હતા ત્યારે સંશોધનોની અછતનો પ્રશ્ર્ન જ કયાં ઉભો થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.