Abtak Media Google News

ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ‘રામાયણ’નો પહેલો એપિસોડ દૂરદર્શન ઉપર ર૪ જાન્યુઆરી ૧૯૮૭માં પ્રસારીત થયો હતો. આ શ્રેણીમાં સૌથી વધુ ગુજરાતી કલાકારોએ અભિયન આપ્યો હતો. પાંચ મહાદ્રિપમાં જોવાતી રામાયણ વિશ્ર્વમાં ૬૫ કરોડથી વધુ લોકોએ જોઇ હતી રામાનંદ સાગર દ્વારા નિર્માતા થયેલ ‘રામાયણ’વિશ્ર્વભરમાં ફેમસ થઇ અને લિમ્કા બુધ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું. સાગર આર્ટના નેજા તળે ૧૯૫૦થી તેની ફિલ્મી કેરીયર શરુ થઇ હતી. આ અગાઉ બરસાત અને પૈગામ જેવી ફિલ્મો લખી હતી ૧૯૫૩માં તેમણે સાગર આર્ટના નેજા તળે મહેમાન, ૧૯૫૪માં બાજાુબંધ, ૧૯૬૦માં ઘુંઘટ, ૧૯૬૪ માં જીંદગી, ૧૯૬૫માં આરઝુ, ૧૯૬૮માં આંખે, ૧૯૭૦માં ગીત, ૧૯૭૨ માં લલકાર, ૧૯૭૩ માં જલતે બદન, ૧૯૭૬માં ચરસ, ૧૯૭૯માં પ્રેમ બંધન, ૧૯૮૨માં બગાવત, ૧૯૮૩માં રોમાન્સ, ૧૯૮૫માં સલમા જેવી વિવિધ ફિલ્મો બનાવી હતી.

Knowledge Corner Logo 4 1

રામાનંદ સાગરે ૧૯૮૭માં ‘રામાયણ’બાદ ક્રિષ્ના, વિક્રમ વૈતાલ, સાંઇબાબા, લવકુશ જેવી વિવિધ ધાર્મિક ટીવી સીરીયલનું નિર્માણ કરેલ હતું. આ બધામાં સૌથી હિત તેની ‘રામાયણ’થઇ હતી.

ગુજરાતનાં ઉમરગામના ફિલ્મ સ્ટુડીયોમાં નિર્માણ થયેલ આ ટીવી શ્રેણીમાં એ વખતનાં ઘણા ગુજરાતી કલાકારોેએ ભાગ લીધો હતો. જેમાં સીતાના પાત્રમાં દિપિકા ચિખલીયા, વિભિષણના પાત્રમાં મુકેશ રાવલ, નિસાદરાજના પાત્રમાં ચંદ્રકાન્ત પંડયા, કુંભકર્ણમાં નદીન દવે જેવા વિવિધ પાત્રો આપથા ગુજરાતી કલાકારોએ ભજવ્યા હતા. જો કે સમગ્ર સિરીયલમાં સૌથી વધુ કલાકારો ગુજરાતી હતા. મોટી સંખ્યામાં માણસો બતાવના હોય ત્યારે તો ગામડે ઢોલ વગાડીને ભેગા કરવા પડતા હતા. આ શ્રેણીનો પ્રથમ એપીસોડ ર૪ જાન્યુઆરી ૧૯૮૭માં રોજ દૂરદર્શન  પર પ્રસારીત થયો હતો આ શ્રેણી વિશ્ર્વનાં ૬૫ કરોડથી વધુ લોકોએ જોઇ હતી.

રામાયણના ૭૮ એપિસોડ પૂર્ણ થયા બાદ દર્શકોએ ‘લવ કુશ’ની કથા શ્રેણીની માંગ કરી હતી. રામાયણમાં ‘રાવણ’નું મૃત્યું થયું ત્યારે કલાકાર અરવિંદ ત્રિવેદીના ગામમાં શોક પાળવામાં આવ્યો હતો. રામાયણ ધારાવાહિક ટીવી પર આવી તેની સાથે સ્પેશિયલ ઇફેકટસ પણ જોવા મળી, જેમાં હનુમાનજીનું સંજીવની બુટી લાવવી, પુષ્પક વિમાનું ઉડવું સતત પપ૦ દિવથી વધુ શૂટીંગ ચાલ્યું હતું. રામાયણમાં રામ સેતુના નિર્માણનું દ્રશ્ય ચૈન્નાઇમાં શૂટ કરવામાં આવ્યું હતું. નીલાકલરના સમુદ્ર જેવું દ્રશ્ય ગુજરાતમાં ના મળ્યું હતું. દર અઠવાડીયે તાજા એપીસોડની કેસેટ દૂરદર્શનની ઓફીસે મોકલવામાં આવતી. ઘણી વખત આ કેસેટ પ્રસારણના અડધા કલાક પહેલા પણ પહોંચી હતી.

મૂળ રામાયણ ગ્રંથની વાત કરીએ તો તેમાં ર૪ હજાર શ્ર્લોકો છે રામાયણ મૂળ ૬ કાંડ જેવા કે બલકાંડ, અયોઘ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિધા કાંડ, સુંદર કાંડ, યુઘ્ધ કાંડ, લંકા કાંડમાં વચેહાયેલ છે. હિંદુ ધર્મના બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. આપણો ગ્રંથ થઇાલેન્ડ, ઇન્ડોનેશીયા, મલેશિયા, કમ્બોડીયા, ફીલીપાઇન્સ અને વિયેટનામ જેવા દેશોમાં પ્રચલિત છે. ભારતીય લોકોની જીવન શૈલી, સમાજ જીવન અને કુટુંબ સંસ્થા ઉપર રામાયણો બહુ મોટો પ્રભાવ છે. પતિ-પત્નીને રામ-સીતા, પુત્રને રામ સાથે ભાઇને લક્ષ્મણને ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે.રામાયણમાં ભરત, હનુમાન જેવા વિવિધ રોલ કરનાર કલાકારો આજે દુનિયામાં હયાત નથી. ટેલીવિઝન ઉપરથી આવતી તમામ શ્રેણીમાં રામાયણ સૌથી ચર્ચાસ્પદ હતી. આજે ૩૩ વર્ષ  પછી ફરી દૂરદર્શન પર પ્રસારીત થઇ રહી છે. રામનું પાત્ર ભજવતા કલાકાર અરૂ ણ ગોવિંદ  તથા લક્ષ્મણનું પાત્ર ભજવતાં સુનિલ લહરેઈ બોમ્બેમાં રામ, લક્ષ્મણ પ્ોડકશન હાઉસ શરૂ  કર્યુ હતું. અરૂ ણ ગોવિદને તો તે વખતનાં રાજીવ ગાંધીએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી જો કે તેણે સ્વીકારી ન હતી.

આ સિરીયલ પછી રામનું પાત્ર ભવતાં અરૂણ ગોવિદે નશીલા પદાર્થો શરાબ, બીડી સીગારેટ, પાન, મસાલાનું સેવન બંધ કરી દીધું હતું. સમગ્ર રામાયણની ટીમ માટે શુટીંગ સ્થળે જ શાકાહારી ભોજના બનાવતા હતા. કેટલાક ભારતનાં મંદિરોમાં એ વખતે રામાયણના રામ-સીતાના ફોટા લગાવ્યા હતા. તો કેટલાક લોકો રામાયણના એપીસોડ જોવા આવે ત્યારે બુટ-ચંપલ બહાર ઉતારી દેતા બધા કલાકારોને ભગવાનનો દરજો આપતા હતા. આ એક જ સિરીયલ એવી હતી કે જયારે એ આવતી ત્યારે રોડ સુમસામ થઇ જતાં.આજે ૩૩ વર્ષે ફરી ‘રામાયણ’જોવા મળતાં પવર્તમાન સમયમાં પણ એટલી જ લોકપ્રિયતા હાંસલ કરી છે.

  • રામાયણ સિરિયલ માં ગુજરાતના કલાકારોની બોલબાલા હતી

ભારતની સૌપ્રથમ ધાર્મિક ધારાવાહિક રામાયણ નું શૂટિંગ ગુજરાત ના ઉમરગામમાં થયુ હતું. સાથોસાથ તેમાં ઘણા બધા ગુજરાતી કલાકારો એ કસબીઓ એ અભિનય આપ્યો હતો. અત્યારે રામાયણનું પુન: પ્રસારણ્ થઈ રહ્યું છે, ત્યારે ઘણા કલાકારો વિશે જાણવાની લોકોને ઉત્સુકતા હશે.  કલાકાર ના નામ સાથે તેના વતન વિશે ટૂંકી માહિતી અત્રે પ્રસ્તુત છે.

  • અરવિંદ ત્રિવેદી – રાવણ (ઈડર્/કુકડીયા)
  • દીપિકા ચિખલીયા -સીતાજી  (ચિખલી/નવસારી)
  • ચંદ્રકાન્ત પંડયા  -નિષાદ રાજ (ભીલડી/ડીસા)
  • મૂળરાજ રાજડા -જનક રાજા (અમદાવાદ)
  • રજનીબાળા …દશરથ રાજા ની પત્ની સુમિત્રા (સુરત)
  • સંજય જાની- શ્રવણ (ઈડર)
  • કૌસ્તુભ ત્રિવેદી -કેવટ ( અત્યારના ગુજરાતી નાટય નિર્માતા)  (કુકડીયા/ઈડર)
  • નિશાબેન પટેલ (ઉત્તરસંડા /નડીયાદ) નિર્માતાના પુત્રવધુ
  • નલિન દવે -કુંભકર્ણ (અમદાવાદ)
  • મુકેશ રાવલ -વિભીષણ (બડોલી/ઈડર)
  • સમીર રાજડા -શત્રુઘ્ન  (અમદાવાદ)
  •  હીરાભાઈ પટેલ -વૃંદાવન સ્ટુડિયો (ઉમ્મર ગામ/વાપી)
  • નિશા- ત્રિજટા (સુરત)
  • દેવયાની ઠક્કર -આશ્રમની ગૃહમાતા,
  • તરલા જોશી -રાવણ ની માતા,
  • માલ્યા વન  -રાવણ નાનાજી , નવસારી
  • શ્રીકાંત સોની -વિશ્વામિત્ર ઋષિ (સૌરાષ્ટ્ર)
  • મહેશ ભટ્ટ -ઋષિ-મુનિ (વડોદરા)
  • રામાયણ સિરિયલના આર્ટ ડિરેક્ટર હીરાભાઈ પટેલ મુકતુપુરા/મહેસાણા)
  • ઉર્મિલા ભટ્ટ -સીતા ની માતા (વડોદરા)
  • રાવણના દરબારની નૃત્યાંગના ગ્રુપ  વજુભાઈ ચૌહાણ (વડોદરા ) ,
  •  સ્પેશિયલ ઇફેક્ટ બાબુભાઇ મિસ્ત્રી ,
  • રામ સેના, રાવણ સેનાના જુનિયર આર્ટિસ્ટ ગ્રુપ નટુભાઈ દરબાર (વડોદરા)
  • રમેશ પહેલવાન – બાળ હનુમાનજી , વડોદરા
  • કેટરીંગ સર્વિસ ધીરુભાઈ કેટરસ (આણંદ)ગુજરાત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.