Abtak Media Google News

તાલુકા વિકાસ અધિકારી સહિતના કર્મચારીઓએ શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ કર્યું

પ્રકૃતિ અને પૃથ્વીની તંદુરસ્તીના સંવર્ધન માટે વૃક્ષારોપણ આવશ્યક છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા પંચાયત કચેરીએ વૃક્ષારોપણ કીઅભિનવ કાર્ય થકી અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. તાલુકા પંચાયતની કચેરીમાં લોધીકાના તાલુકા વિકાસ અધિકારીથી લઈને દરેક કર્મચારીએ શ્રમદાન કરીને વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષ વાવવાના ખાડા ખોદવાી લઈને વૃક્ષ ફરતે ક્યારા કરવા સુધીની તમામ કામગીરી પૂરા ખંત, સંકલન અને સોશ્યિલ ડીસ્ટન્સીંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

માત્ર વૃક્ષારોપણ કર્યા પુરતા સિમિત ન રહેતા વાવેલા વૃક્ષનું પોતાના બાળકની જેમ માવજત કરશે તેવો નિર્ધાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.”પ્રકૃતિ જીત બનીને જગત જીત બનીએ” એવા શુભ આશય સાથે કચેરીની દૈનિક કામગીરી અને કોરોનાની કપરીફરજ સો તમામ કર્મચારીઓએ સકારાત્મક કાર્ય કર્યાનો આનંદ મેળવ્યો હતો. તેમજ વર્ષાઋતુ દરમિયાન વૃક્ષારોપણ કરીને “ગો ગ્રીન”ના સંકલ્પને સાચા અર્થમાં ચરિર્તા કર્યો છે.

આ કાર્યથી દરેક કર્મચારીઓને શ્રમદાનનું મહત્વ પણ સમજાયું છે. વર્તમાન સમયને ધ્યાને રાખીને માનવીએ ખુદ પ્રકૃતિની માવજત કરીને પોતાની આસપાસ સ્વસ્થ પર્યાવરણની રચના કરવી અનિવાર્ય છે, તેમ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી મીરાબેન સોમપુરાએ જણાવ્યું હતું.

આ સંદર્ભે વધુ વિગતો જણાવતા તાલુકા વિકાસ અધિકારી  સોમપુરાએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં કચેરીમાં વૃક્ષારોપણ ભાગ-૨ની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત લોધીકા તાલુકાના ઢોલરા, સાંગણવા, માખાવડ ગામે મનરેગા યોજના હેઠળ સામાજિક વનીકરણની કામગીરી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.