Abtak Media Google News

બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વજન, કાનની બહેરાશની તપાસ (ઓડીયોગ્રામ) સહિતના પરીક્ષણો :વિનામૂલ્યે દવાઓ અને માર્ગદર્શન અપાયું

રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશી ડોકટર્સ એસો. દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ નિ:શુલ્ક નિદાન કેમ્પમાં આશરે ૫૦૦ જેટલા દર્દીઓએ નિદાન સારવાર અને માર્ગદર્શનનો લાભ મેળવ્યો હતો. આ સુપર સ્પેશીયાલીસ્ટ મેડીકલ ચેકઅપ કેમ્પમાં ૨૬ જેટલા સુપર સ્પેશીયાલીસ્ટસ ડોકટર્સે પોતાની અમૂલ્ય સેવા આપી હતી.

નિદાન કેમ્પમાં સામાન્ય રીતે મોંઘા ગણાતા પરીક્ષણો જેવા કે કાનની બહેરાશની તપાસ (ઓડીયોગ્રામ) ડાયાબીટીસ એન્ડ બ્લડ પ્રેશર ચેકઅપ વિગેરે નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા હતા. દર્દીઓને જરૂરીયાત મુજબ દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી.

સેંકડો દર્દીઓની હાજરીમાં ઉપસ્થિત મહેમાનો, સંસ્થાના હોદેદારો, અગ્રણી ડોકટર્સના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ લોહાણા મહાજન રાજકોટના પ્રમુખ રાજુભાઈ પોબારૂના અધ્યક્ષ સ્થાને યોજયેલ નિદાન કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ કમેશભાઈ મીરાણી શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, આઈ.એમ.એ. પ્રેસીડેન્ટ ડો. ચેતનભાઈ લાલસેતા, સીનીયર મોસ્ટ અને જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. નિતાબેન ઠકકર, રઘુવંશી ડોકડર્સ એસો.ના પ્રેસીડેન્ટ ડો. સુશીલભાઈ કારીયા, સીનીયર સ્ક્રીન સ્પેશીયાલીસ્ટ ડો. જનકભાઈ ઠકકર, સિનર્જી હોસ્પિટલના ડો.મિલાપભાઈ મશરૂ, ગિરીરાજ હોસ્પિટલના ડો. મયંકભાઈ ઠકકર, આંખના સર્જન ડો. પિયુષભાઈ અનડકટ, સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાન-નાક ગળાના વિવિધ રોગો માટે ઈએનટી સર્જન ડો. હિમાંશુભાઈ ઠકક, હરસ ભગંદર ફીશર વિગેરેનાં સ્પેશીયાલીસ્ટ સર્જન તરીકે ડો. આશીષભાઈ ગણાત્રા, કિડની પથરી પ્રોસ્ટેટ પેશાબને લગતા રોગો માટે યુરોલોજીસ્ટસ ડો. સુશીલભાઈ કારીયા તથા ડો. રાજેશભાઈ ગણાત્રા, પેટ આંતરડા રોગો તથા મગજના રોગો માટે (ન્યુરોસર્જન) અનુક્રમે ડો. કૌશિકભાઈ કોટક અને ડો. તેજસભાઈ ચોટાઈ, દાંતના વિવિધ રોગો માટે ડો. રવિભાઈ મૃગ (પ્રમુખ ઈન્ડિયન ડેન્ટલ એસો. રાજકોટ), ડો. વંદનાબેન મૃગ, ડો. કૃપાબેન ઠકકર, ડો. પ્રેરણાબેન ઠકકર, ડો. ગૌરાંગભાઈ સચદેવ, ડો. માધવીબેન બારાઈ, ડો. અંકિતાબેન તન્ના, ડો. યજ્ઞેશભાઈ કારીયા, ડો. રાજભાઈ ભગદેવ, ડો. દિગંતભાઈ ઠકકર, ડો. ધારાબેન સુબા, ડો. ભકિતબેન ગોકાણી વગેરેએ પોતાની અમૂલ્ય સેવા આપી હતી સેવા આપનાર તમામ ડોકટર્સને રાજકોટ લોહાણા મહાજન તરફથી આકર્ષક શીલ્ડ આપીને નવાજવામાં આવ્યા હતા.

નિદાન કેમ્પની શરૂઆતમાં ડાયસ ફંકશન દરમ્યાન અધ્યક્ષીય ઉદબોધન કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ સમાજસેવાના ભાગરૂપે ભવિષ્યમાં પણ સર્વજ્ઞાતિ નિ:શુલ્ક નિદાન કેમ્પ સમયાંતરે ચાલુ જ રાખવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

રાજકોટ મહાનગપાલીકાની બાંધકામ સમિતિના ચેરમેન મનિષભાઈ રાડીયાએ માનવસેવા એજ પ્રભુસેવા સુત્રને સાર્થક કરતી લોહાણા મહાજનની કાબિલેદાદ કામગીરીને બિરદાવી હતી. સ્વાગત પ્રવચન મંત્રી રીટાબેન કોટકે કર્યું હતુ અને નિદાન કેમ્પ વિશેની સંપૂર્ણ રૂપરેખા ડો. આશિષભાઈ ગણાત્રાએ આપી હતી. ડો. નિશાંતભાઈ ચોટાઈ તથા ડો. હિમાંશુભાઈ ઠકકરે પ્રાસંગીક પ્રવચનમાં લોહાણા મહાજનની સમાજોપયોગી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.

સમગ્ર મેડીકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, ઉપપ્રમુખ યોગેશભાઈ પૂજારા પૂજારા ટેલીકોમ, સંયુકત મંત્રીઓ, ડો. હિમાંશુભાઈ ઠકકર તથા રીટાબેન કોટક, ઈન્ટરનલ ઓડીટર ધવલભાઈ ખખ્ખર ડો. આશિષભાઈ ગણાત્રા મેડીકલ ચેકઅપ કેમ્પ કો.ઓર્ડીનેટર ડો. પરાગભાઈ દેવાણી, એડવોકેટ શ્યામલભાઈ સોનપાલ, એડવોકેટ તુષારભાઈ ગોકાણી, એડવોકેટ મનિષભાઈ ખખ્ખર, રીટાબેન કુંડલીયા રંજનબેન પોપટ, અલ્પાબેન બરછા, શૈલેષભાઈ પાબારી, જયશ્રીબેન સેજપાલ એડવોકેટ જતીનભાઈ કારીયા હિરેનભાઈ ખખ્ખર, મનસુખભાઈ (કિશોરભાઈ) કોટક, દિનેશભાઈ બાવરીયા, યોગેશભાઈ જસાણી, વિધિબેન જટાણીયા પ્રદિપભાઈ સચદે, ધવલભાઈ કારીયા, સહિતની સમગ્ર મહાજન સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.