Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં ૮ ડીસેમ્બર નેશનલ લોક અદાલત યોજવામાં આવનાર છે.

નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર કેશ નેગોશીયેબલ ઈન્ટુમેન્ટા એકટની કલમ ૧૩૮ના કેશ બેંક રિકવરી દાવા એમ.એ.સી.પી.ના કેશ લગ્ન વિષયક તકરારના કેશ લેબર તકરાર કેસ જમીન સંપાદન કેશ વિજળી અને પાણી બીલ સર્વીસ મેયરના કેશ રેવન્યુ કેશ અનન્ય કેશ ભાડુત સુખાધિકાર હકક મનાઈ હુકમના દાવા વિશિષ્ટ દાવા વિગેરેના કેશ તથા અન્ય કેશની નેશનલ લોક અદાલત નાલ્સાએકશન પ્લાશન મુજબ આયોજન કરવામાં આવ્યું છે.

અરજદારો દ્વારા તેમના કેશમાં સમાધાનકારી વલણ અખત્યાર કરવા ઈચ્છા હોય તો તેઓ તેમના એડવોકેટ દ્વારા જેતે કોર્ટમાં કેશ પેન્ડીંગ હોય તે કોર્ટમાં કેશ લોક અદાલતમાં મુકવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેશનો નિકાલ લાવી શકે છે.

લોક અદાલતની કોઈપણ જાતની માહિતી મેળવવી હોય તો જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ફોન નં. ૦૨૮૩૩-૨૩૩૭૭૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.