Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંદીપ પાત્રા, સિંધાશુ ત્રિવેદી, સી.આર. પાટીલ અને ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મોટા નેતાઓ માર્ગદર્શન આપશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં 156 બેટકો પર રેકોર્ડ બેંક વિજય મેળવ્યા બાદ ભાજપે વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી દીધી છે. આજથી જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આવેલા વિશાલ રિસોર્ટ ખાતે પ્રદેશ ભાજપની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનો આરંભ થઇ ચૂકયો છે. જેમાં ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ર6 બેઠકો રેકોર્ડ બ્રેક લીડ સાથે કબ્જે કરવા માટે  પક્ષના હોદેદારોને નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

લોકસભાની ચુંટણીના આડે હવે એક વર્ષ જેટલો સમય ગાળો બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેન્દ્રમાં સતત ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે નરેન્દ્રભાઇ મોદીની સરકાર બને તે માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર જીત હાંસલ કરી સતત સાતમી વખત ગુજરાતમાં સત્તારૂઢ થયું છે. જેવી જીત વિધાનસભામાં મળી છે તેનાથી સવાઇ જીત લોકસભાની ચુંટણીમાં મળે તે માટે અત્યારથી મહેનત શરુ કરી દેવામાં આવી છે.

જુનાાગઢ જીલ્લાના મેંદરડા નજીક આવેલ વિશાલ રિસોર્ટ ખાતે આજથી ભાજપની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનો આરંભ થઇ ચુકયો છે. જેમાં પ્રદેશ ભાજપના હોદેદારો, પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, પ્રદેશના વિવિધ સેલના ક્ધવીનરો અને સહક્ધવીનરો, તમામ જીલ્લાના પ્રમુખ અને મહાનગરોના પ્રમુખ, સહીતના અપેક્ષીતો આ પ્રશિક્ષણ શિબિરમાં સામેલ થશે.

ત્રણ દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, રાષ્ટ્રીય નેતા સંદીપ પાત્રા અને સિંઘાંશુ ત્રિવેદી સહિતના નેતાઓ માર્ગદર્શન આપશે. ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ સેશન યોજાશે. જેમાં વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આગામી રવિવારના રોજ જુનાગઢ જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ મેંદરડા ખાતે પ્રદેશ ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં પણ સામેલ થાય તેવી શકયતા જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.