Abtak Media Google News

સંગઠનના હોદેદારો, રાજય સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, મેયર અને જિલ્લા પ્રમુખ સહિત 73 મહાનુભાવોએ અલગ-અલગ સ્થળેથી અભિયાનને શરૂ કરાવ્યું

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજથી રાજયભરમાં 31મી સુધી મતદાતા ચેતના અભિયાન શરુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા અમદાવાદથી જયારે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતથી આ અભિયાનનો વિધિવત આરંભ કરાવ્યો હતો.

આ ઉપરાંત સુરેન્દ્રનગર ખાતેથી પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ વર્ષાબેન દોશી અને ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ સુરત જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પ્રભુભાઇ વસાવા, મંત્રી કુંવરજીભાઇ હડપતિ, મુકેશભાઇ પટેલ, પ્રફુલકભાઇ પાનસેરિયા, ધારાસભ્ય ગણપતભાઇ વસાવાય, સંદિપભાઇ દેસાઇ દ્વારા વલસાડ જિલ્લામાં સાંસદ ડો. કે.સી. પટેલ, કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય રમણભાઇ પાટકર પ્રદેશ  ભાજપ ઉપાઘ્યક્ષ ઉષાબેન પટેલ, અમદાવાદ જિલ્લામાં ધારાસભ્ય બાબુભાઇ પટેલ, છોટાઉદેપુર જિલ્લામાં સાંસદ ગીતાબેન રાઠવા, સાંબરકાંઠા જિલ્લામાં સાંસદ દિપસિંહ રાઠોડ અને પ્રદેશ ઉપાઘ્યક્ષ કૌશલ્યા કુંવરબા પટેલ, બનાસકાંઠા જિલ્લામાં સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, જુનાગઢ જિલ્લામાં સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ મતદાતા ચેતના અભિયાનનો આરંભ કરાવ્યો હતો.

આ ઉપરાંત જામનગર જીલ્લામાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોરબંદર જિલ્લામાં સાંસદ રમેશભાઇ ધડુક, પૂર્વ મંત્રી બાબુભાઇ બોખિરિયા, પોરબંદર જીલ્લા પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, અરવલ્લી જિલ્લામાં રાજય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, ભરુચ જિલ્લામાં, સાંસદ મનસુખભાઇ વસાવા, ભરુચ જીલ્લા ભાજપ  પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા, મહિસાગર જિલ્લામાં સાંસદ રતનસિંહ રાઠોડ, મંત્રી કુબેરસિંહ ડિંડોર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મહેસાણા જીલ્લામાં સાંસદ શારદાબેન પટેલ, જુગલજી ઠાકોર, ભરતસિંહ ડાભી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી રજનીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમણભાઇ પટેલ, ભાવનગર જીલ્લામાં સાંસદ ભારતીબેન શિયાળ, મંત્રી પરસોતમભાઇ સોલંકી, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ મહેન્દ્રભાઇ સરવૈયા, પ્રદેશ મંત્રી  રઘુભાઇ હુંબલ, રાજકોટ શહેરમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિઘ્ધપુરા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, અમદાવાદ શહેરમાં સાંસદ કીરીટભાઇ સોલંકી, રાજયસભાના સાંસદ નરહરી અમીન, રાજય સરકારના મંત્રી જગદીશભાઇ પંચાલ, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, મેયર કીરીટભાઇ પરમાર, સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી, ધારાસભ્ય કાંંતિભાઇ બેલ્વાર, પાટણ જિલ્લામાં કે.સી. પટેલ, નરેશભાઇ દેસાઇ, જયશ્રીબેન દેસાઇ, દશરથજી ઠાકોર, ધારાસભ્ય લવીંગજી ઠાકોર અને નંદાજી ઠાકોર, જયારે તાપી જીલ્લામાં ધારાસભ્ય ડો. જયરાજભાઇ ગામીત અને મોહનભાઇ કોંકણીએ મતદાન ચેતના અભિયાનનો આરંભ કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.