Abtak Media Google News

હજુ થોડા સમય પહેલા જ મહેસાણા જીલ્લામાં પોલીસ સ્ટેશનની બહાર જપ્ત કરાયેલા બાઈક ચોરી કરાયાની ઘટના સામે આવી હતી ત્યારે આજે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં તસ્કરોએ ફરી કડી પોલીસને પડકાર ફેંકીને સબજેલ બહાર GRD જવાન બાઈક પાર્ક કરીને નોકરી અર્થે સબ જેલમાં ગયો અને બહાર આવીને જોયું તો બાઈકની થઈ ગઈ હતી ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહેસાણા જીલ્લાના કડી તાલુકાની છે જ્યાં જૂની મામલતદાર કચેરી પાસે આવેલ સબ જેલ ઉપર નોકરી કરતા GRD જવાનું જ બાઈક ચોરાતા ચોરાઈ ગયું હતું. લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલ મારુતિનંદન સોસાયટીમાં રહેતા સુરેશભાઈ જે પોતે છેલ્લા ઘણા સમયથી કડી પોલીસ સ્ટેશનમાં GRD તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ જૂની મામલતદાર કચેરી પાસે સબ જેલ મા ફરજ બજાવા ગયા તે સમયગાળા દરમિયાન GJ 2 CB 1841 નંબરનું બાઈક ચોરાઈ ગયું હતું.

સબજેલની બહારથી જ ચોરી ગયા GRD જવાનનું બાઈક !!

GRD જવાન તરીકે ફરજ બજાવતા સુરેશભાઈએ સબ જેલની બહાર પોતાનું બાઈક બાર જ પાર્ક કર્યું હતું ત્યારે ચોરે બારોબારથી જ કળા કરીને બાઈક ચોરી ગયા હતા. બપોરના સમયે તેઓ નોકરી પૂરી કરીને બહાર આવીને બાઈક ન દેખાતા તેઓ આજુ બાજુ તેમજ અન્ય જગ્યાએ તપાસ કરી હતી પરંતુ બાઈકની ભાડ ન મળતા તેઓએ કડી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંઘી કાર્યવાહી કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.