Abtak Media Google News

બાઇક સાથે એક્ટિવા અથડાવી આંખમાં મરચુ છાંટી રોકડ સાથેનો થેલો ઝૂટવી બંને શખ્સો ફરાર: સીસીટીવી ફુટેજ મેળવતી પોલીસ

ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે આવેલા હુન્ડાઇના શો રૂમના એકાઉન્ટન્ટની આંખમાં મરચુ છાંટી બે શખ્સોએ રૂ ૬.૨૫ લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી લૂંટનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

Advertisement

2 32આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પરના હુન્ડાઇ શો રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિલીપભાઇ ચૌહાણ શો રૂમેથી રૂ.૬.૨૫ લાખની રોકડ રકમ લઇ બાઇક પર યાજ્ઞિક રોડ પર એચડીએફસી બેન્કમાં જમા કરાવવા જવા નીકળ્યા બાદ ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે પહોચ્યા ત્યારે એક્ટિવા પર આવેલા બે શખ્સોએ અકસ્માત સર્જી ઝઘડો કર્યા બાદ એક શખ્સે દિલીપભાઇ ચૌહાણની આંખમાં મરચુ છાંટી તેની પાસે રહેલા રૂ.૬.૨૫ લાખની રોકડ સાથેનો થેલો ઝુટવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

3 25દિન દહાડે માતબાર રકમની થયેલી લૂંટના પગલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ.કે.કે. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. દિલીપભાઇ ચૌહાણની પૂછપરછ કરી હૂન્ડાઇ શો ‚મથી બોમ્બે હોટલ ચોક સુધીના માર્ગ પર સીસીટીવી ફુટેજ મેળવી એક્ટિવા ડબલ સ્વારી એક્ટિવાના ફુટેજ મેળવ્યા હતા. તેમજ બોમ્બે હોટલ ચોક ખાતે સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા. બંને લૂંટારા હુન્ડાઇ શો ‚મ પાસેથી પીછો કરતા હોવાનું અને અગાઉ રેકી કર્યા બાદ લૂંટ ચલાવ્યાની શંકા સાથે પોલીસે બંને લૂંટારાને ઝડપી લેવા વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.