Abtak Media Google News

દેશ અને દુનિયાએ પોતાની સગવળતાઓ સાચવવા વિવિધ ટેક્નોલોજીની શોધ કરી છે ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં પાયાના સિદ્ધાંતોનું જેમાં વર્ણન થયું છે તેવા ધર્મગ્રંથો રામાયણ આને મહાભારતમાં પણ ત્યારના જમાનાના લોકો વિગ્નાન અને ટેકનૉલોજિનો ઉપયોગ કરતાં હતા અને ત્યારે સંશોધનો થયા હતા તેવું સાબિત થયું છે તેવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની જ્યારે ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનૉલોજિ રિસર્ચ એન્ડ મેનેજમેંટના કાર્યક્રમમાં પહોચ્યા હતા ત્યારે વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં આપણાં ધર્મગ્રંથ રામાયણને કઈક નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કર્યો હતો જેમાં ભગવાન રામને એક પ્રખટ એન્જિનિયર અને વૈગ્નાનીક તરીકે ISROની મિસાઇલ સાથે સરખાવતા ત્યારના જનાની વિકસિત ટેકનૉલોજિ અંગે પણ જણાવ્યુ હતું. તદ્દઉપરાંત એક પ્રખર એન્જિનિયર તરીકે બે દેશ વચ્ચે દરિયામાં પુલ બનાવવો એ કઈ સહેલી વાત નથી ત્યારે તે કાર્યમાં નાનામાં નાના જીવે પણ ભારત-શ્રીલંકા વચ્ચે પુલ બનાવવામાં શ્રીરામની મદદ કરી હતી, તેવું મુખ્યમંત્રી રૂપાણીએ વિધ્યાર્થીઓને જણાવ્યુ હતું. તેમજ એ સમયની શોધ વિશે વાત કરી, સંજીવની જડીબુટ્ટી એ પહડને આખો સ્થળાંતરીત કરી લાવવામાં આવ્યો હતો તો તેની પાછળ પણ કઈક ટેકનૉલોજિનો જ ઉપયોગ થયો હશે તેવું પણ જણાવ્યુ હતું. તો આ રીતે આપણાં ધર્મગ્રંથિમાં જ એવા રહસ્યો છુપાયેલા છે જેનાથી ભવિષ્યની અધતન ટેકનૉલોજિને પારખવામાં મદદ મળી રહે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.