Abtak Media Google News

અગરિયાઓની રોજી રોટી પર ફરી એક મુસીબતનો માર

કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ બાદ નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. જેમાં ખારાઘોડાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને આશરે 500 પાટામાં કેનાલનું પાણી ફરી વળતા મીઠું પકવતા અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

હાલમાં રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 2,000 અગરીયાઓ પોતાના પરિવારોજનો સાથે “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરું કામ કરવા રણમાં ધામા નાખ્યા હતા. ત્યારે પહેલા કચ્છના નાના રણના ખારાઘોડા રણના વિસ્તારમા સર્વે સેટલમેન્ટમા નામ હોય તેમને જ પ્રવેશનો વિકટ પ્રશ્ન સામે આવ્યો હતો.

બાદમાં રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ હજી મંદિર પોતાના મીઠાના પાટાઓ ભરીને તૈયાર કર્યા ત્યાં રણમાં કમોસમી વરસાદી માવઠું થતાં મીઠું પકવતા ગરીબ અને પછાત અગરીયા પરિવાર પર આફતનો પહાડ તૂટી પાડ્યો હતો.

એમાંથી હજી અગરિયાઓ મંદિર બેઠા થયા ત્યાં કચ્છના નાના રણના ખારાગોઢાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને આશરે 500 જેટલાં મીઠાના પાટામાં કેનાલનું ચીક્કાર પાણી ફરી વળતા મીઠું પકવાતા અગરિયાભાઈઓની રોજી પર વધુ એક મુસીબત આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.