Abtak Media Google News

કચ્છમાં સેવાળની ખેતીથી પૂરક રોજગારીની તકો

ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પ્રમોશન ઓફ સિવીડ કલ્ટીવેશન ઈન ગલ્ફ ઓફ કચ્છ નામનો ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત તારીખ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ ભારત સરકાર તરફથી IAS અધિકારી  જુબીન મહાપાત્રા (આસિસ્ટન્ટ સેક્રેટરી) તેમજ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફિશરીઝના અધ્યક્ષ સ્થાને ગુજરાત ફિશરીઝ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર  જે.પી. તોરણીયા તેમજ તેઓની ટીમના સાથ સહકારથી અન્ય કેન્દ્રીય સંસ્થાઓ (CMFRI, CSMCRI) તેમજ અન્ય વિભાગો ગુજરાત મરીન પોલીસ, ફોરેસ્ટ વિભાગ તેમજ બી.એસ.એફ ની ટીમ સાથે કોરી ક્રીક વિસ્તારમાં તેહરા, લક્કી, રોડાસર, ગુનાવ, પીપર અને ભુટાવ ગામોમાં માછીમાર તેમજ માછીમાર આગેવાનો સાથે ગ્રામ્ય મુલાકાત યોજવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન દરિયાઈ શેવાળના ઉછેરથી થનાર લાભોની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. માછીમારોનેa દરિયા કિનારા વિસ્તારમાં શેવાળની ખેતીથી પૂરક રોજગારી મેળવી શકાય તે અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

સરકારની જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રાયોગિક ધોરણે દરિયા કિનારાના ક્રિક વિસ્તાર જેમ કે નારાયણ સરોવર, ચવાન ક્રિક, પડાલા ક્રિક તથા જખૌ પોર્ટ ખાતે પ્રાયોગિક ધોરણે ચાલી રહેલા દરિયાઈ શેવાળ અંગેના પ્લોટોની ઉપરોક્ત તમામ વિભાગો તેમજ અન્ય સંસ્થાઓ સાથે રૂબરૂ મુલાકાત તેમજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જખૌ પોર્ટ દરિયાકિનારે આશરે 165 જેટલા માછીમાર ભાઈઓ, બહેનોને સંલગ્ન સંસ્થાઓના તજજ્ઞો દ્વારા દરિયાઈ શેવાળ ઉત્પાદન માટે જરૂરી સાધન સામગ્રીના ઉપયોગની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

માછીમારો દરિયાઈ શેવાળની ખેતી તરફ વળે તે માટે શેવાળ નેટ ટ્યુબનું દરિયામાં પ્રસ્થાપન કરાવીને નિદર્શન કરવામાં આવ્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.