Abtak Media Google News

સ્વતંત્ર સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં કોંગ્રેસની સતત આગેકૂચ : ભાજપ બીજા નંબરે, જેડીએસ ત્રીજા નંબરે : ભાંગતોડ થવાની ભીતિએ કોંગ્રેસે તમામ ઉમેદવારોને બેંગલુરુ બોલાવી લીધા

કર્ણાટકમાં કમળ મુર્ઝાયું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસે ભાજપના વિજયરથને દક્ષિણમાં રોક્યો હોય તેવું સ્પષ્ટ બન્યું છે. હાલ સ્વતંત્ર સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં કોંગ્રેસ સતત આગેકૂચ કરી રહી છે. ભાજપ બીજા નંબરે છે. જ્યારે જેડીએસ ત્રીજા નંબરે છે.

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મેના દિવસે મતદાન થયું હતું. ત્યારબાદ આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં શરુઆતના વલણથી જ કોંગ્રેસ આગળ જોવા મળી હતી. જો કે નિષ્ણાંતો અત્યારનો ટ્રેન્ડ જોતા એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ સ્વતંત્ર રીતે સતામાં આવી શકે છે.  સવારે 11 વાગ્યાની સ્થિતિએ કોંગ્રેસ 117 ની નજીક અને ભાજપ 76થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે જેડીએસ 25 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. 36 મતગણતરી કેન્દ્રો પર વોટોની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી.  બીજી તરફ કોંગ્રેસને જાણે ભાંગતોડની ભીતિ હોય, તમામ ઉમેદવારોને તાકીદે બેંગલુરુ બોલાવી લીધાનું જાણવા મળી રહ્યું છે.

2013માં કોંગ્રેસે બહુમતી સાથે કર્ણાટકમાં સત્તા મેળવી હતી, પરંતુ 2018માં તે ઘટીને 80 બેઠકો પર આવી ગઈ હતી. જ્યારે 2008માં 110 બેઠકો મેળવનાર ભાજપને માત્ર 40 બેઠકો મળી શકી હતી. આ વખતે કોંગ્રેસ એક્ઝિટ પોલના પરિણામોમાં આગળ છે.

કયો પક્ષ કેટલી બેઠક પર આગળ?

  • કોગ્રેસ 119
  • ભાજપ 72
  • જેડીએસ 25
  • અન્ય 8

ઉત્તર પ્રદેશમાં નગર નિગમની ચૂંટણીમાં યોગીનો જાદુ ચાલ્યો

ઉત્તરપ્રદેશની નગર નીગમન ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની સાથે સપા, બસપા, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોની વિશ્વસનીયતા પણ દાવ પર છે. હાલ યોગી મેજીક જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યાની સ્થિતિમાં 199 નગરપાલિકામાંથી 49માં ભાજપ, 30માં સપા 9માં બસપા અને 2માં કોંગ્રેસ આગળ છે. જ્યારે 544 નગર પંચાયતોમાં 68માં ભાજપ, 49માં સપા, 18માં બસપા અને 3માં કોંગ્રેસ આગળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.