Abtak Media Google News

૧૫મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે: પશ્ર્ચિમ મામલતદાર કચેરીનું પણ ખાતમુહૂર્ત

શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા પ્રેમ મંદિર નજીક નાના મવા સર્વે નં.૧૨૩ની ૯૮૯૬ ચો.મી. જમીન પર જિલ્લા કક્ષાનું અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી તા.૧૫ના રોજ આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન કરાશે. સાથો સાથ આ જ દિવસે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે પશ્ર્ચિમ મામલતદાર કચેરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.૧૫ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ૧૫મીના રોજ દિવસભર અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં તેઓ સવારે ૯:૧૦ થી ૧૦:૧૫ સુધી પુજીત રૂપાણી ટ્રસ્ટના જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૦:૩૦ થી ૧:૩૦ દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે કોર્પોરેશન, રૂડા અને રાજય સરકારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.

Advertisement

વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે રાજકોટ શહેર-જિલ્લાનો મહત્વકાંક્ષી કહી શકાય તેવો સ્પોર્ટસ કોમ્પલેક્ષ નિર્માણ કાર્ય પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક નાના મોવા સર્વે નં.૧૨૩ પૈકીની જમીનમાં ટીપી સ્કીમ નં.૫ના જુદા જુદા ૫ ખંડોની કુલ ૯૮૯૬ ચો.મી. જગ્યા રાજયના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત વર્ષે ફાળવવામાં આવી હતી જેના પર કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સ્પોર્ટસ સંકુલ નિર્માણ કરાશે. વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કાલાવડ રોડ પર આત્મીય કોલેજની સામે આવેલ જગ્યા પર અલાયદી પશ્ર્ચિમ મામલતદાર કચેરી નિર્માણ કરવા ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩:૧૦ થી ૪:૫૦ મિનિટ સુધી ઈમ્પીરીયલ હોટલમાં ખાનગી કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજરી આપનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.