Abtak Media Google News

રાજુ પાંઉભાજીના માણસોને ગાળો ભાંડતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ: પોલીસે થોરાળાના શખ્સને ઉઠાવી લઈ જાહેરમાં કુકડો કર્યો

શહેરમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ છાસવારે જાહેર માર્ગો પર લુખ્ખા અને ટપોરીઓ બેફામ બન્યા હોય તેમ જાહેરમાં મારામારી કરી સીન સપાટા કરતા હોવાની ઘટના છાસવારે પ્રકાશમાં આવે છે. આવી જ એક ઘટના ગઈકાલે સોરઠીયા વાડી સર્કલ પાસે બની હતી.

રાજુ પાઉભાજીની દુકાને પૈસા આપવાના મુદે માણસો સાથે બોલાચાલી કરી જપાજપી કરનાર શખસે જાહેરમાં દાદાગીરી કરી સીન નાખ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા અને સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ જતા પોલીસને ના છૂટકે કાર્યવાહી કરવાની ફરજ ઉભી થઈ હતી.

Lucknow-Scenic-Police-Cracked-Down-Near-Sorathiwadi
lucknow-scenic-police-cracked-down-near-sorathiwadi

ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે. ગઢવીએ રાજુ પાઉભાજીની દુકાનેથી સીસીટીવી ફૂટેજ મેળવી જાહેરમાં દાદાગીરી કરી સીન જમાવનાર થોરાળામાં શાળા નં. ૨૯ પાસે સરબાજ રફીકભાઈ રાઉમા નામના શખસની પોલીસે અટકાયત કરી હતી સોરઠીયા વાડી પાસે રાજુ પાઉભાજીની દુકાન પાસે જાહેરમાં દાદાગીરી કરી સીન જમાવનાર સરબાજને પોલીસે જાહેરમાં કુકડો બનાવી આગવી ઢબે સરભરા કરી સીન વીખી નાખી કાયદાનું ભાન કરાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.