Abtak Media Google News

આરટીઆઈ અક્ટિવીસ્ટ મયુર સોલંકીને હાઈવે ઓથોરિટી પાસે ડુમીયાણી ટોલનાકા અંગે ૧૦ મુદ્દાઓની માહિતી માંગી

ઉપલેટા-ધોરાજી વચ્ચે ડુમીયાણી ગામ પાસે આવેલ ટોલના વિવિધ મુદાઓ વચ્ચે છાશવારે નાના-મોટા છમકલાઓના બનાવ બનવા પામ્યા છે. જયારથી ટોલનાકુ અમલમાં આવ્યું ત્યારથી આજસુધી વિવાદમાં કોઈને કોઈ રીતે ઘેરાયેલું રહ્યું  છે ત્યારે પછી પાછુ ટોલનાકુ ચલાવતી એનએચએઆઈ દ્વારા મનમાની ચલાવી વાહન ચાલકોને સુવિધા આપવાને બદલે ટોલનાકાનું આર્થિક ભારણ વાહન ચાલકો પાસેથી વસુલાત કરવામાં આવતા જીલ્લાના જાગૃત આરટીઆઈ એકિટવીસ્ટ મયુર સોલંકી દ્વારા ટોલનાકાની જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.2 57આ અંગે આરટીઆઈ એકિટવીસ્ટ મયુર સોલંકીએ જણાવેલ કે ધોરાજી-ઉપલેટા વચ્ચે આવેલા ડુમીયાણી ગામ પાસે જે ટોલનાકુ આવેલ છે તે ટોલનાકાની ચલાવવાની જવાબદારી હાલ એન.એચ.એ.આઈ છે આ કંપની દ્વારા ટોલનાકાની વિવિધ સેવાઓ વાહન ચાલકોને મળવી જોઈએ અને ટોલનાકાની વસુલાત વાહન ચાલકો પાસેથી કેવી રીતે કરવી જોઈએ.

Advertisement

ટોલનાકામાં વાહન ચાલકો પાસેથી જે કર વસુલવામાં આવે છે તે કર સામે વાહન ચાલકોને કેવી સુવિધા આપવી જોઈએ તેવી અનેક પ્રકારની માહિતી ટોલનાકુ ચલાવતી કંપની દ્વારા વાહન ચાલકોને સુવિધા આપવાને બદલે વાહન ચાલકો પાસેથી વેરો વસુલાત કરી પોતાનું લક્ષ્ય પુરુ કરવામાં જ રસ ધરાવે છે.

આ અંગે ડુમીયાણી ટોલનાકા ચલાવતી કંપની સામે ૧૦ સવાલો જેમાં શું છે ટોલનાકું ? કેવી રીતે તથા કોમર્શીયલ વાહન અને પ્રાઈવેટ વાહન માટે કેટલો ટેકસ નકકી થાય છે ?, ગુજરાતના બધા જ ટોલટેકસ કરતા ડુમીયાણી ટોલ ટેકસના ભાવ કેમ વધારે ? એનો કાગળ પર સચોટ જવાબ હોય શકે ? ગુજરાતના ઘણા ટોલ પર નજીકના શહેરના વાહનો માટે અલગ સર્વિસ રોડ હોય છે ડુમીયાણી ટોલનાકા પર નવા કોન્ટ્રાકટમાં (છ લેન રોડ થવાનો છે એ બાબતે) આવી સુવિધા હોવી જોઈએ કે કેમ ? કે છે ? કયાંક કાગળ પર હોય અને આપણાથી છુપાવામાં નથી આવતીને ?, હાલ ડુમીયાણી ટોલટેકસ કઈ કંપની પાસે છે ? સરકાર પાસે તેમના કેવા કરારો છે ? શરતો શું છે ? શું તે શરતોનું હાલની કંપની સંપૂર્ણપણે પાલન કરે છે ?

ધોરાજી-ઉપલેટાના લોકો પાસેથી ડુમીયાણી ટોલ ટેકસ પર જે ટેકસ લેવામાં આવે છે શું તે નાબુદ ના થઈ શકે ? જો વાહન ચાલકો ટેકસ આપી કાયદાનું પાલન કરો છો શું ડુમીયાણી ટોલનાકુ ચલાવતી કંપની સરકાર (એન.એચ.એ.આઈ) સાથે થયેલ કરારમાંની શરતોનું પાલન કરે છે ? શું હોય છે આ શરતો ! કે જેનું પાલન ફરજીયાતપણે ટોલ ટેકસ ઉઘરાવતી કંપનીએ કરવું જોઈએ, શું હોય છે લોકોના અધિકાર ટોલટેકસ પર તે આપ જાણો છો ? શું હોવી જોઈએ સુવિધા ટોલટેકસ પર તે આપ જાણો છો ?

ટોલટેકસ ઉઘરાવતી કંપની શરતોનું પાલન ન કરે તો શું ? તેની ફરિયાદ કયાં કરી શકાય કેવી રીતે કરી શકાય ? જો આ ફરિયાદને ફરિયાદ લેનાર ન સાંભળે તો તેની ફરિયાદ કયાં કરી શકાય શું આવી ફરિયાદનો સચોટ ઉકેલ આવે છે ?, સરકારના નીતિ-નિયમો મુજબ ટોલનાકા પર કેવા લોકો સ્ટાફમાં હોવા જોઈએ ? અને તેનો અભ્યાસ કેવો હોવો જોઈએ ? શું આરટીઆઈમાં આની સાચી માહિતી મળતી હશે ?

વધુમાં આરટીઆઈ એકિટવીસ્ટ મયુર સોલંકીએ જણાવેલ કે આ બધા પ્રશ્નો લોકો અને વાહન ચાલકોને જાણવા માટે કહેલ છે કારણકે ઘણા લોકોને ડુમીયાણી ટોલટેકસના લીધે ઘણી બધી સીધી કે આડકતરી રીતે તકલીફ પડે છે. ધંધા રોજગારમાં પણ આ ટોલટેકસ ચલાવતી કંપનીની તાનાશાહીથી શું કોઈ ફરક નથી પડતો ? પ્રાઈવેટ તથા કોમર્શીયલ વાહન ચાલકો કે ઉપલેટા-ધોરાજી તાલુકાના તમામ નાગરિકોના વર્તમાન પત્રના માધ્યમ દ્વારા કોઈ ગેરમાર્ગે લઈ જવાનો હેતુ નથી.

માત્રને માત્ર આપને લોકો અને વાહન ચાલકોને જાગૃત કરવા માટેનો છે. આ પ્રશ્નોનું નિરાકરણ થવું જ જોઈએ. આ અંગે વધુ માહિતી માટે મારા મોબાઈલ નંબર ૮૦૦૦૮ ૮૮૮૮૯ ઉપર સંપર્ક કરવો અથવા ફેસબુક, ટવીટર અને વોટસએપ ઉપર સંપર્ક કરવા આરટીઆઈ એકટીવીસ્ટ મયુર સોલંકીએ અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.