Abtak Media Google News

જામજોધપુર, ધ્રોલ અને મેઘપરમાંથી દારૂના જથ્થા સાથે સાત ઝડપાયા

અબતક, સાગરસંઘાણી,જામનગર

જામનગર શહેર ઉપરાંત જામજોધપુર ધ્રોળ મેઘપર અને ચંગા ગામમાં પોલીસે દેશી- વિદેશી દારૂ અંગે 6 સ્થળે દરોડા પાડ્યા છે, અને દારૂનો જથ્થો કબજે કર્યો છે. જામજોધપુર તાલુકાના માલવડાનેસમાં પોલીસે દારૂ અંગે દરોડો પાડી એક મોટર સાયકલ પર 20 નંગ ઇંગ્લિશની દારૂની બાટલી ના જથ્થા સાથે નીકળેલા કારાભાઈ ગોગનભાઈ ઓડોદરા તેમજ રિયાઝ ઈસ્માઈલભાઈ નામના બે શખ્સોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી ઇંગ્લિશ દારૂ અને બાઈક વગેરે કબજે કરી લીધા છે. આ ઉપરાંત ઇંગલિશ દારૂ અંગે મેઘપર પોલીસે દરોડો પાડી નાની ખાવડીમાં રહેતા અને ઇલેક્ટ્રીક નું કામ કરતા રાજેન્દ્ર પ્રફુલભાઈ શિયાણી નામના શખ્સની ઈંગ્લીશ દારુ ની બાટલી સાથે ઝડપી લીધો છે. જામનગરમાં સલીમ બાપુ ના મદ્રેશા પાસે રહેતો અનવર હુસેન અનવર કાસમભાઈ સંધી ઇંગ્લિશ દારૂ સાથે પોતાની કારમાં નીકળતાં પોલીસે દારૂ અને કાર વગેરે કબજે કરી લીધા છે. આ ઉપરાંત મૂળ જૂનાગઢનો વતની ગોગન ધાના ભાઈ રબારી  કે જે ચંગા ગામના પાટીયા પાસેથી એક કાર.અને દેશી દારૂનો  જથ્થો લઈને નીકળતાં પોલીસે તેને પકડી પાડ્યો છે, અને દારૂ અને કાર વગેરે કબજે કર્યા છે. જયારે તેને દારૂ સપ્લાય કરનાર રાણાવાવના કાનાભાઈ બાવાભાઈ મોરી ને ફરારી જાહેર કરાયો છે. આ ઉપરાંત જામનગર માંથી વિસ્તારમાં અનિલભાઈ થારુ નામના રીક્ષા ડ્રાઇવર ને ઇંગ્લિશ દારૂ સાથે પોલીસે ઝડપી લીધો છે. જેને દારૂ સપ્લાય કરનાર જામનગરના પંકજ ડાંગર ને ફરારી જાહેર કરાયો છે. આ ઉપરાંત જામનગરમાં બાઈની વાડી પાસે રહેતા અને ફોટોગ્રાફી નું કામ કરતા દિલીપ ધીરુભાઈ સાદીયાને પોલીસે ઈંગ્લીશ દારૂની બાટલી સાથે ઝડપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.