Abtak Media Google News

40 વર્ષથી અકસ્માત વળતરની પ્રેક્ટીસ કરતા સિનિયર વકીલોનું સન્માન અને માહિતીસભર ડિટેક્ટરીનું વિમોચન: હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ અને તબીબ વકીલોને આપશે માર્ગદર્શન

જાણીતા ધારાશાસ્ત્રી મનીષ ખખ્ખર સહિતના વકીલો સાથે ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ ડિરેક્ટર સતીષકુમાર મહેતા સાથે મોટર વ્હીકલ એક્ટ અંગે મુક્તમને ચર્ચા

એમ.એ.સી.પી. બાર એસોશીએશન દ્વારા આગામી તા.26ને શનિવારના રોજ લીગલ સેમિનાર, ડિરેક્ટરી વિમોચન અને સિનિયર વકીલોના સન્માન અંતર્ગત હોદ્ેદારો “અબતક મિડીયા” હાઉસની શુભેચ્છા મુલાકાત આવી ‘અબતક’ મીડીયા હાઉસના એમ.ડી.સતીષકુમાર મહેતાને હાલ સ્થિતિ વધતા જતા વાહનને કારણે અકસ્માત વધવાની ઘટનાને કારણે જાગૃતતા લાવવા માટે ભાર મૂકી અને વીમા પોલીસી અંગે માર્ગદર્શન સેમિનાર યોજવા જોઇ તેવી અપીલ કરી હતી.

Advertisement

વધુ વિગત મુજબ એમ.એ.સી.પી. બાર એશોશીએશનદ્વારા  પ્રથમવાર લીગલ સેમીનાર, 40 વર્ષ થી વધુ એમ.એ.સી.પી. બારમાં વકીલાત કરતા સીનીયર ધારાશાસ્ત્રીઓનું સન્માન કાર્યક્રમ અને એમ.એ.સી.પી. બાર એશોશીયેસનના સભ્યોની ડિરેક્ટરીનુ વિમોચન તા.26 ને શનિવારના રોજ  અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ( પેડક રોડ )ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે.

ઉપરોકત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત હાઇકોટના જસ્ટીસ આશુતોષ શાસ્ત્રી  (રાજકોટ ડીસ્ટ્રીક યુનિટ જ્જ), ગુજરાત હાઇકોર્ટ ના ન્યાયમૂર્તિ  ઈલેશ જે. વોરા તેમજ ગુંજરત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ  સંદીપ એન, ભટ્ટની ઉપસ્થિતિમાં તેમજ રાજકોટ ડીસ્ટ્રીકના પ્રિન્સીપાલ  જજ  આર.ટી.વાછાણી  અને રાજકોટ બાર એશોશીયેસનના પ્રમુખ  એલ.જે.શાહીની ઉપસ્થિતિ માં એમ.એ.સી.પી. બાર એશોશીયેસન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલુ છે.

એમ.એ.સી.પી. બાર એશોશીયેસન દ્વારા 40 વર્ષ થી વધુ એમ.એ.સી.પી. બારમાં પ્રેક્ટીસ કરતા એડવોકેટ  વિનુભાઈ ગોસલીયા , નરેન્દ્રભાઈ ખાચર , ભારતીબેન ઓઝ. નરેશભાઈ સૌનરોજા, પંકજભાઈ દેસાઈ , એ.જી.મોદન, હિંમતભાઈ સાયાણી, પૂર્વીણભાઈ કોટેચા, ડી.આર.ચૌધરી, આર.એમ વારોતરીયા, એન.આર.શાહ અને  જયદેવભાઈ શુક્લ સહિત સીનીયર ધારાશાસ્ત્રીઓનું એમ.એ.સી.પી. બાર એશોશીયેસન દ્વારા સન્માન નુ આયોજન કરવામાં આવેલ છે. તેમજ લીંગલ સેમીનાર માટે મોટર વ્હીકલ એક્ટ તેમજ ડીસેબીલીટી અંગે રાજકોટના  ઓથોપેડીક સર્જન ડો. હીરેનભાઈ કોઠારી  દ્વારા માર્ગદર્શન આપશે.

એમ.એ.સી.પી. બાર એશોશીયેસન દ્વારા સભ્યોની ડિરેક્ટરીમાં મુખ્યત્વે બાર એશોશીયેસના સભ્યોને ખુબજ ઉપયોગી થાય તે હેતુથી ગુજરાત હાઇકોર્ટ ના સીનીયર એડવોકેટ  શિરીષભાઈ ટોલિયા  દ્વારા મોટર વ્હીકલ એક્ટ અમેન્ડમેન્ટ હેપર શોર્ટનોટ તેમજ ડીસેબીલીટી સર્ટીફીકેટ ઉપર ડો. હિરેનભાઈ કોઠારી દ્વારા શોર્ટનોટ તેમજ આર.ટી.ઓ. ના નવા નિયમો અંગે મોટર વ્હીકલ એક્ટ નેસહલગ્ન રીટાયર્ડ સી.ઓ. ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના  જે.વી.શાહ  તેમજ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર આર.ટી.ઓ.ના  ડી.એમ.પટેલ  દ્વારા શોર્ટનોટ તેમજ રાજકોટ ડીસ્ટ્રીક કોર્ટની તમામ એન.ઈ.એફ.ટી. બેંક ની ડીટેલ તેમજ તમામ 24 ઇન્સુરન્સ કંપની ના નામ સરનામા, ફોન નંબર, અને ઈમેલ તથા તમામ સભ્યોના ઓફીસ રેસીડેન્સી એડ્રેસ, ઈમેલ તથા મોબાઈલ નંબર, સનદ નંબર સાથે સુંદર ડિરેક્ટરીનુ વિમોચન કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.એ.સી.પી. બાર એશોશીયેસનના પ્રમુખ  મનીષ એચ.ખખ્ખર, ઉપપ્રમુખ અજય સેદાણી, સેક્રેટરી  પ્રિયાંક ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી  વિનુભાઈ વાઢેર, ટ્રેઝરર  અનિરુધ ભેડા, કારોબારી સભ્યો  પ્રતિક વ્યાસ, નિકુંજ શુક્લ, મૌલિક જોશી, રણજીત મકવાણા, અજય સાકરિયા, હસમુખભાઈ ગોહેલ, ભાવનાબેન વાઘેલા, એમ.એ.સી.પી. બાર એશોશીયેસનના સીનીયર ધારાશાસ્ત્રી સંજયભાઈ વ્યાસ, દીપકભાઈ અંતાણી  અને અલય એમ ખખ્ખર બારના સભ્યો આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.