Abtak Media Google News

રોહિત શર્માની કપ્તાની અને હાર્દિક પંડ્યાની વાઇસ કપ્તાની હેઠળ એશિયાકપમાં ભારત પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુધ્ધ રમશે

30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી.  વર્લ્ડકપ પહેલા એશિયા કપ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. એશિયા કપ માટેની ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઇ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે અને હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટ્ન રહેશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે રમાશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ-એમાં છે. એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.

અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. નોંધનીય છે કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. સિલેક્ટર્સ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. 17 ખેલાડીઓની ટીમ છે અને સંજુ સેમસન બેકઅપ વિકેટકીપર રહશે. ઈન્ડિયામાં વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની વાપસી થઇ છે. વાસ્તવમાં કેએલ રાહુલ અને શ્રેયસ ઈજાના કારણે ટીમની બહાર હતા. પરંતુ હવે બંને ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ છે. કેએલ રાહુલ છેલ્લે આઇપીએલ 2023 સીઝન દરમિયાન મેદાન પર જોવા મળ્યો હતો. કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે આખી ટૂર્નામેન્ટમાં રમી શક્યો નહોતો. જો કે કેએલ રાહુલ અને શ્રેયસની વાપસીથી ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ઘણો મજબૂત દેખાઈ રહ્યો છે.

યુઝવેન્દ્ર ચહલને ટીમમાં ન મળી જગ્યા

સિનિયર લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, વિકેટ-કીપર બેટ્સમેન સંજુ સેમસન અને ફાસ્ટ બોલર ઉમરાન મલિકને 2023 એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, સેમસન બેક-અપ વિકેટકીપર તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે.

એશિયા કપ માટેની ભારતીય ટીમ

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • હાર્દિક પંડ્યા(વાઇસ કેપ્ટ્ન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ ઐય્યર
  • કેએલ રાહુલ
  • સૂર્યકુમાર યાદવ
  • તિલક વર્મા
  • ઇશાન કિશન
  • રવિન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ
  • શાર્દુલ ઠાકુર
  • જસપ્રીત બુમરાહ
  • મોહમ્મદ શમી
  • મોહમ્મદ સિરાજ
  • કુલદીપ યાદવ
  • પ્રસિદ્ધ કૃષ્ણા

એશિયા કપનો ક્રાયક્રમ

  • 30 ઓગસ્ટ – પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ – મુલતાન
  • 31 ઓગસ્ટ – બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી
  • 2 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી
  • 3 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર
  • 4 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ નેપાળ – કેન્ડી
  • 5 સપ્ટેમ્બર – શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર
  • 6 સપ્ટેમ્બર – A1 વિ B2 – લાહોર
  • 9 સપ્ટેમ્બર – B1 વિ B2 – કેન્ડી
  • 10 સપ્ટેમ્બર – A1 વિ A2 – કેન્ડી
  • 12 સપ્ટેમ્બર – A2 વિ B1 – દાંબુલા
  • 14 સપ્ટેમ્બર – A1 વિ B1 – દાંબુલા
  • 15 સપ્ટેમ્બર – A2 વિ B2 – દાંબુલા
  • 17 સપ્ટેમ્બર – ફાઇનલ – કોલંબો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.