Abtak Media Google News

માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક સેન્ટરનું નિર્માણ કરાશે

સેન્ટર ખાતેથી નાગરીકો શ્વાનને એડોપ્ટ પણ કરી શકશે

રાજકોટ શહેરમાં રખડતા શ્વાનની સમસ્યામાં નાગરિકોને રાહતમળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવનાર હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેઓએ માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા શ્વાનને પકડી તેનું ખસીકરણ કરવામાં આવે છે અને થોડા સમયમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણતા જોકે નિયમ અનુસાર તેને મૂળ સ્ળોએ પરત મુકી જવામાં આવે છે. આ ઉપરાંત જે વિસ્તારમાં શ્વાન હિંસક કે આક્રમક શ્વાનકરડવાની વધુ ફરિયાદ આવે તો તેવા કિસ્સામાં ત્યાંથી શ્વાનને પકડી લેવામાં આવે છે અને થોડો સમય પછી તેને મૂળ જગ્યાએ પરત મુકી દેવામાં આવતા હોય છે.

સામાન્યરીતે શ્વાન આક્રમક અને હિંસક માનસિકતાની અવસ્થા માં હોય ત્યારે લોકોને કરડવાની ઘટના વધુ બનતી હોય છે. જોકે મહાનગરપાલિકા હવે એવા આયોજન ભણી આગળ ધપી રહી છે જેમાં ગુસ્સામાં રહેલાહિંસક શ્વાનને યોગ્ય તાલીમની મદદી સાવ શાંત બનાવી દેવામાં આવશે, જેી કરીને નાગરિકો ઉપર કશું જોખમ જ ના રહે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, અત્યારે જે તે વિસ્તારમાંથી પકડવામાં આવતા આક્રમક શ્વાનને માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીકનાં સ્ળથે નાના પાંજરામાં રાખવામાં આવેછે. ખસીકરણ માટે તેમજ અન્ય હિંસક શ્વાનમાટે આ સ્ળથે અલગ અલગ વ્યવસ કરવામાં આવેલી છે. મહાનગરપાલિકા હવે આ સ્ળથે “ડોગ ફ્રેન્ડલી સેન્ટર શરૂ કરશે; જ્યાં શ્વાનને હરવા ફરવા માટે વધુ સાનુકુળતા રહે તે માટે વધુ મોટા પાંજરાની વ્યવસ્થા કરશે. શ્વાનને યોગ્ય આહાર મળી રહે અને તેની આક્રમકતા સાવ ઓછી થઇ જાય અને તે શાંત બની રહે તે માટે સ્ટાફ દ્વારા શ્વાનનીયોગ્ય કાળજી લેવામાં આવશે.

આ પ્રક્રિયાનિયત કરાયેલા સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે જેથી શ્વાન વધુ ઝડપી શાંત થઇ જાય અને કરડવાનોભય નાં રહે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવનાર શ્વાનને તેના હિંસક વ્યવહારને કારણે જે તે વિસ્તારમાં કોઈ ને કોઈ પ્રકારે નાગરિકો તરફી સતામણી તી હોય તો તેવા કિસ્સામાં જો કોઈ નાગરિક આવા પીડિત શ્વાનને એડોપ્ટ કરવાની ઈચ્છા પ્રગટ કરશે તો મહાનગરપાલિકા તેને અનુમતિ પણ આપશે. નિષ્ણાંતોનાં મતે શ્વાનને જો હેરાન પરેશાન કરવામાં આવે તો તે વધુ આક્રમક અને હિંસક બની જાય છે અને લોકોને કરડવાની ઘટના બનવા લાગે છે.

સામાન્યરીતે એવું અનુભવાયું છે કે, શ્વાનની હરકતોને કારણે ઘણા નાગરિકો તેનાી અંતર બનાવી રાખે છે અને તેઓ શ્વાનને પસંદ કરતા નથી. કમિશનરે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાએ આશરે ૨૧,૦૦૦ જેટલા શ્વાનનું ખસીકરણ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.