Abtak Media Google News

Table of Contents

૧૫૦૦ કિલો પુષ્પવર્ષા સાથે લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સાંજે સમારોહનું ઉદઘાટન : એક મિનિટમાં ૫૦૦ દર્શનાર્થીઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા : ૫૦૦૦ પોલીસ જવાનો તૈનાત, ડ્રોનથી સમગ્ર વિસ્તાર પર રખાશે બાજ

નજર: : ફાયરબ્રિગેડ માટે અલગથી વ્યવસ્થા: લાખો શ્રધ્ધાળુઓનો પ્રવાહ ઉંઝા ભણી; રંગબેરંગી રોશનીના ઝળહળા આકર્ષણ જમાવશે : આજથી મંદિરના દ્વાર ૨૨ કલાક ભકતો માટે ખૂલ્લા

આજે મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય મંત્રી પુરૂષોતમ રૂપાલા, નીતિનભાઈ પટેલ, આર.સી. ફલદુ, જીતુભાઈ વાઘાણી, સૌરભ પટેલ, કૌશિક પટેલ વગેરે રાજકીય આગેવાનોની સાથે સંતો-મહંતો વકતાઓ, વિદ્વાનોની ઉપસ્થિતિ

ઉંઝા ખાતે ઉમિયાનગરીમાં આજે ‘માં ઉમા’ના ગગનચૂંબી નાદ સાથે ઐતિહાસીક લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે જે અવસરની ઘડી માટે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે અવસર ઉંઝાના આંગણે આવી ગયો છે.મહિનાઓ પૂર્વેની તૈયારીઓ બાદ ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશનાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા છે. મહોત્સવનું ૮૦૦ વિધામાં સુંદર આયોજન થયું છે. જેમાં યજ્ઞશાળા, ભોજનશાળા, પ્રદર્શન, વિશાળ ડોમ વગેરેનો સમાવેશ થાય છે.આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ થશે.

આ સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી પુરૂષોતમ રૂપાલા, આર.સી. ફળદુ, જીતુભાઈ વાઘાણી, સૌરભભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ વગેરે સમારોહમાં હાજર રહી મહોત્સવને ચાર ચાંદ લગાડશે વિવિધ પ્રદર્શનો સાંજે મહાનુભાવોનાં હસ્તે ખૂલ્લા મુકાશે જેની આવનાર દરેક ભકતો મુલાકાત લેશે.ભકતોની સુરક્ષા, શાંતિ માટે ઉમિયા ધામના અલગ અલગ સ્થળોએ સીસીટીવી મુકાયા છે. વીવીઆઈપી તેમજ મંત્રી વિઝીટ માટે હેલીપેડની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર એક જ મિનિટમાં ૫૦૦ દર્શનાર્થીઓ દર્શક કરી શકે તેવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

Screenshot 1 40

નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય

લક્ષચંડી મહાયજ્ઞનું આજે સવારે ભવ્યાતિભવ્ય દિપ પ્રાગટય કરવામાં આવ્યું છે. દિપ પ્રાગટય બાદ મહોત્સવ ખૂલ્લો મૂકાયો છે. દિપ પ્રાગટય પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, ઉંઝા સંસ્થાનના પ્રમુખ મણીભાઈ પટેલ (મમ્મી), દિલીપભાઈ પટેલ (નેતાજી), ધારાસભ્ય બાબુભાઈ પટેલ, આશાબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા.

ભકતોનું ઘોડાપૂર ઉંઝા ભણી વહી રહ્યું છે. ત્યારે પાંચ દિવસના મહોત્સવ દરમ્યાન પાંચ હજાર પોલીસનો સ્ટાફ તૈનાત રહેશે આ ઉપરાંત ડ્રોનની મદદથી સમગ્ર ઉમિયાનગરી પર નજર રાખવામાં આવશે ધર્મોત્સવ દરમ્યાન કોઈ આગજનીનો બનાવ ન બને તે માટે ફાયરબ્રિગેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.ઉંઝા ખાતે માં ઉમાના સાનિધ્યે આજ સવારથી ઐતિહાસીક લક્ષચંડી મહાયજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર, વિધિવિધાનથી પ્રારંભ થયો છે.સમગ્ર ઉમિયાનગરી રંગબેરંગી રોશનીથી ઝળહળી રહી છે.

દરરોજ સાંજે મલ્ટિમિડિયા શો સાથે રોશનીના ઝળહળા ભકતોમાં આકર્ષણ જમાવશે તેમજ મન પ્રફુલ્લિત બનાવશે.લક્ષચંડી મહાયજ્ઞના પ્રારંભ પૂર્વે હેલિકોપ્ટરમાંથી ૧૫૦૦ કિલો પુષ્પવર્ષા માં ઉમા અને ભકતો પર કરવામાં આવી છે. જેના દર્શનનો લ્હાવો અવિસ્મરણી બની ગયો છે.શુભારંભ દિને ધર્મોત્સવના આજના ઉત્સવો

* સવારે ૭.૩૦ કલાકે

ઉમિયાનગરમાં મંગલ પ્રવેશ

* સવારે ૮.૦૦ કલાકે

લક્ષચંડી મહાયજ્ઞ પ્રારંભ

* સવારે ૯.૦૦ કલાકે

ધર્મસભા પ્રારંભ

* બપોરે ૪.૦૦ કલાકે

લક્ષ્ય એકસપો અને વિવિધ પેવેલિયન શુભારંભ

* સાંજે ૫.૦૦ કલાકે

જાહેર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ

રાજકોટથી સાઇકલ યાત્રાની સાથે ખુલા પગે દોડીને ઉંઝા જતા રમાબેન

ગત રવિવારે રાજકોટથી ૧૮ર સાઇકલ યાત્રીઓએ ઉંઝા માં ઉમાના ધામે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પહોચવા પડેલ માર્યા છે. અત્યારે આ સંઘ સુરેન્દ્રનગર પહોચ્યો છે. ત્યારે તેમની સાથે માં ઉમા પ્રત્યે અનન્ય આસ્થા ધરાવતા રમાબેન કે જેઓએ પણ સાઇકલ યાત્રાની સાથે જોડાઇ પોતે ખુલ્લા પગે ઉંઝા પહોચવા દોડી રહ્યા છે. રમાબેન પણ સાઇકલ યાત્રાની સાથો સાથ સુરેન્દ્રનગર નજીક પહોચ્યા છે.આ સાઇકલ યાત્રાની સાથો સાથ દોડીને ઉંઝા સુધી પહોચશે.

Img 20191217 Wa0068

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના શુભારંભ પહેલા જ એશિયા બુકમાં ૪ રેકર્ડ નોંધાયા

ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ પૂર્વે ૧૫૦૦૦થી વધુ બહેનોએ મા અમે તૈયાર છીએ ના સ્લોગન અને લક્ષચંડી મહાયજ્ઞના સિમ્બોલ સાથેની મહેંદી મૂકાવી રેકોર્ડ બ્રેક કર્યો હતો.

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આગળના દિવસે બે લાખથી વધુ બહાર ગામથી આવેલા શ્રધ્ધાળુઓએ એક સાથે પૂરી, શાક, કઠોળ અને દાળ ભાતનું ભોજન પ્રસાદ ગ્રહણ કરી એશીયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવેલું આઉપરાંત ૮૮૯૦થી વધારે પાટીદાર ભાઈ બહેનોએ ઉમિયા માતાકી જયના સ્લોગન ઉચ્ચારી રેકોર્ડ બ્રેક કર્યો છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રોજેકટ મેનેજર અને આઈ.એ.એસ. મહેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉમિયા માતાકી જય ના અગિયાર વાર સ્લોગનનું ઉચ્ચારણ કરાવ્યું હતુ પ્રચંડ જન મેદનીએ ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉમિયા માતાકી જયના ગગન ભેદી નારા લગાવ્યા હતા જે નારાને એશીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બૂક કરાવ્યો હતો.

Img 20191217 Wa0059

આ ઉપરાંત સમગ્ર વિશ્ર્વમા ગ્લોબલ વોર્નિંગની સમસ્યા સર્જાઈ છે. જે સમસ્યા સામે વિશ્ર્વભરમાં વૃક્ષો વાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પ્રકૃતિ સાથે સતત તાબમ્ય ધરાવનાર કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ મહત્વપૂર્ણ અભિગમ હાથ ધર્યો છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવએ માત્ર ધાર્મિક ઉત્સવ નથી. પરંતુ ધાર્મિક ઉત્સવ સાથે સમાજના ઉત્કર્ષ માટેનું મહત્વ પૂર્ણ આયોજન છે. જે અંતર્ગત સીડ્સ બોમ્બની મહત્વપૂર્ણ આયોજન કરાયું હતુ જેમાં ૧૫૦૦૦ જેટલા વિવિધ વૃક્ષના બિયારણ ધરાવતા ફુગ્ગા છોડીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ફુગ્ગામાં રહેલા બિયારણ જે સ્થળે પૃથ્વીપર પડશે ત્યાં આપોઆપ વૃક્ષ રોપણ થઈ જશે.આ ઉપરાંત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પધારનાર લાખો શ્રધ્ધાળુઓ માટે શુધ્ધ, સાત્વીક અને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવાની સંપૂર્ણ જવાબદારી અન્નપૂર્ણા કમિટી નિભાવી રહી છે. જે કમિટી દ્વારા છેલ્લા ચાર દિવસમાં ૧૬,૮૨,૦૦૦ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. જે પ્રક્રિયાને એશિયા બુક ઓફ રેકર્ડમાં નોંધ કરવામાં આવી છે.એશિયાબુક ઓફ રેકર્ડના સત્તાવાર અધિકારી દ્વારા ૪ રેકોર્ડ નોંધાયા અંગેના પ્રમાણપત્ર પ્રાજેકટ મેનેજર આઈ.એસ.અને મહેન્દ્રભાઈ પટેલ તથા મહામંત્રી દિલીપભાઈ નેતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા. તે સાથે જ હજારો જન મેદનીએ મા ઉમિયાનો જય ઘોષ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.