Abtak Media Google News

ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મેક ઈન ઈન્ડિયા સ્ટોલનો શુભારંભ કર્યો. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે એક્સ્પોમાં કોઈ વડાપ્રધાને ભાગ લીધો. આ વખતે આ એક્સ્પોની થીમ “ભારત  રક્ષા નિર્માણમાં વિકસિત થઈ રહેલું હબ” રાખવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, સ્વીડન અને ફિનલેન્ડ સહિત 47 દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે. 14 એપ્રિલ સુધી ચાલનારા આ એક્સ્પોમાં પહેલાં ત્રણ દિવસ બિઝનેસ ડેલીગેટ્સ માટે છે. ડિફેન્સ સેમિનાર પણ થશે. 14 એપ્રિલે સામાન્ય લોકો માટે આ એક્સ્પો ખુલ્લો રહેશે.

ડિફેન્સ એક્સ્પોમાં સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “500થી વધુ ભારતીય અને 150થી વધુ વિદેશી કંપનીઓને અહીં જોવી એક શાનદાર અનુભૂતિ છે. અહીં 40થી વધુ દેશોએ પોતાના આધિકારીક પ્રતિનિધિમંડળને મોકલ્યાં છે.”
મોદીએ કહ્યું કે, “શાંતિ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા એટલી જ મજબૂત છે, જેટલી પોતાના લોકો અને પોતાની જમીનને સુરક્ષિત કરવાની.”
પીએમએ વધુમાં જણાવ્યું કે, ચાર વર્ષથી ઓછા સમયમાં 794 રક્ષા નિકાસને મંજૂરી આપી, આ નિકાસની વેલ્યૂ 1.3 અબજ ડોલરથી વધુની છે.
વડાપ્રધાને કહ્યું કે અમે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સીલેન્સ યોજના લોન્ચ કરી છે. જે અંતર્ગત દેશભરમાં ડિફેન્સ ઇનોવેશન હબ સ્થાપિત થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.