Abtak Media Google News

સાગર સંઘાણી જામનગર

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે બે દીવસ પહેલા છેતરપીંડીની ઘટના બની હતી જેમાં ‘ચમત્કારીક’ જડીબુટ્ટીની લાલચે સરપંચે રૂ.1.28 કરોડ ગુમાવ્યા ખેડૂત સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા. પોતાના બીમાર પત્ની અને પુત્રની સારવાર માટે તેમજ એકના ડબલ બનાવી દેવાની લાલચ આપીને એક કરોડ 28 લાખ જેટલી માતબર રકમ અને સોનું પડાવી લઇ છેતરપિંડી કરનાર મદારી ગેંગને પોલીસે પકડી પાડી છે પોલીસ પૂછપરછ દરવ્યાન તેઓએ રાજ્યભરમાં ૧૬ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે. જે તમામની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

 

શું બની હતી ઘટના ??

Whatsapp Image 2023 03 29 At 13.05.50 1

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા તેમજ ગીગણી ગામના સરપંચ તેમજ ગીંગણી સહકારી મંડળીમા ઉપપ્રમુખનો હોદો ધરાવતા રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયા નામના 67 વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાની સાથે છેતરપિંડી કરી 1,28,71,500 ની રોકડ રકમ સહિતની માલમતા પડાવી લેવા અંગે બોલેરો કારમાં સાધુના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સો સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

Whatsapp Image 2023 03 29 At 13.05.53

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સાધુના સ્વાંગમાં આવેલા શખ્સ કે જેણે સૌ પ્રથમ ફરિયાદીના પત્ની અને પુત્ર કે જેઓ બીમાર હોવાથી તેઓની બીમારી દૂર કરવા માટેની જડીબુટ્ટી આપવાનું બહાનું કરી તેઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.

Whatsapp Image 2023 03 29 At 13.05.54

ત્યારબાદ તેઓને ચમત્કારના માધ્યમથી એકના ડબલ સહીત કરોડો રૂપિયા બનાવી આપશે તેવું પ્રલોભન આપીને ખેડૂત બુઝુર્ગ પાસેથી કટકે કટકે 87,14,000 જેટલી રકમ પડાવી લીધી હતી.

એટલું જ માત્ર નહીં 83 તોલા સોનાના દાગીના કે જેને કીમત 41,57,500 જેટલી થવા જાય છે. જે સોનાના દાગીના પણ પડાવી લીધા હતા, અને તેની પત્ની તથા પુત્ર કે જેની બીમારીમાં કોઈ ફેર પડ્યો ન હતો, તેમ જ કરોડો રૂપિયા બનાવવાની લાલચ આપી હતી, પરંતુ એક પણ રૂપિયો પરત મળ્યો નહોતો અને ખેડૂત સંપૂર્ણપણે સાફ થઈ ગયા હતા ત્યારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા જે ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની રાહબરી હેઠળ એલસીબી ની ટીમ તપાસમાં જોડાઈ હતી, અને ટેકનિકલ સેલ તેમજ હ્યુમન સોર્સ ના માધ્યમથી જામજોધપુર રાજકોટ મોરબી અને વાંકાનેર સહિતના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

એલસીબી ની ટીમે ચારેય ની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં આખરે તેઓએ જામજોધપુરના ગીંગણી ગામના સરપંચ પાસેથી રોકડ અને સોનુ પડાવી લીધું હોવાનું કબૂલ લીધું હતું. જેમાં તેઓના બે સાગરીતો ભોજપરા ગામના બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જાલમનાથ વિરમનાથ પરમાર પણ સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું, એ બંને આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા ઉપરોક્ત ચારેય શખ્સો પાસેથી ૭૫,૪૦,૦૦૦ ની રોકડ રકમ ૪૧,૫૭,૦૦૦ ની કિંમતના સોનાના દાગીના, ઇકો કાર અને પાંચ મોબાઇલ ફોન વગેરે સહિત ૧,૧૯,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઉપરોક્ત આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન તેઓએ સમગ્ર ગુજરાત ભરમાં ૧૫ જેટલા સ્થળોએ ધાર્મિક વિધિના બહાને નાણા પડાવી લીધા નું કબૂલ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરમાંથી દોઢ લાખ, રાજકોટમાં આજીડેમ ચોકડી પાસેથી ૩૦ હજાર , ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી રૂપિયા પાંચ લાખ, અમરેલી જિલ્લાના રાજુલા માંથી રૂપિયા બે લાખ, જુનાગઢ શહેરમાં થી દોઢ લાખ, પોરબંદર શહેરમાંથી ૬૦,૦૦૦, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ માંથી બે લાખ, દિવ શહેરમાંથી પાંચ લાખ, સુરત શહેરમાંથી દસ લાખ, ગાંધીધામ કચ્છમાંથી દોઢ લાખ, ભુજ કચ્છમાંથી ૨૫,૦૦૦, મોરબી શહેરમાંથી ૨૫,૦૦૦, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વઢવાણ માંથી દોઢ લાખ, અમરેલી જિલ્લાના બગસરામાંથી ૮૭,૫૦૦, જ્યારે રાજકોટ જિલ્લાના પાટણવાવ માંથી ધાર્મિક વિધિના બહાને સોનાની વીંટી પડાવી લીધી હોવાનું કબૂલ્યું હતું.જેઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે તેના બે સાગરીતોને શોધવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.