Abtak Media Google News

૩૧ ઓકટોબર સુધીમાં થાપણદારોએ પોતાના રોકાણની વિગત મોકલી આપવી.

૧૨મી માર્ચ ૨૦૦૧ના રોજ ભારત દેશનું સૌ પ્રથમ નાણાંકીય કૌભાંડ બહાર આવ્યું. માધવપુરાબેંકના ચેરમેન રમેશ પરીખ, બેંકના એમ.ડી. દેવેન્દ્ર પંડયા, શેર બજારનાં દલાલ કેતન પારેખ આણી ટોળકીએ મીલીભગત રચી બેંકને ૧૮૦૦ કરોડનો ચૂનો ચોપડયો. હાલમાં શેર બજારમાં જે રીતે મંદી ચાલી રહી છે. તે રીતે માર્ચ ૨૦૦૧માં કેતન પારેખે શેર બજારમાં બેંકના પૈસા ડૂબાડી દીધા.

રાજકોટ સહિત અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈમાં ૩૨ થી વધુ બ્રાન્ચ ધરાવતી માધવપુરા બેંક નાણાંકીય કટોકટી આવી જતા લાખો થાપણદારોના જેમાં નોકરીયાત, નાના વેપારીઓ, વિધવા બહેનો, અને બેંકમાંથી વી.આર.એસ.લઈને નિવૃત થતા કર્મચારીઓનાં તથા ગુજરાતની નાની મોટી અસંખ્ય ધાર્મિક, સામાજીક અને જીવદયા સંસ્થાઓનાં કરોડો રૂપીયા સલવાઈ ગયા આવા વખતે આખા ગુજરાતમાં ફકત એક જ રાજકોટમાં માધવપૂરા બેંક કસ્ટમર્સ એસોસીએશન સ્થાપના ક્ધવીનર ઉપેનભાઈ મોદીએ શરૂકરી. બેંકના ખાતેદારો, થાપણદારો પાસેથી એકપણ પૈસો લીધા વગર ૧૭ વર્ષથી લોકોને મરણમૂડી પાછી આવે તે રીતે આંદોલન ચલાવી રહ્યા છે.

ભૂતકાળમાં બેંકના થાપણદારોને ૨૫-૨૫ ટકાના બે હપ્તા મૂડીના પરત કરાવી શકયા છે. અને ૨૦૦૨માં રૂ.૧ લાખનો વીમો પણ થાપણદારોને મેળવી આપેલ છે.છેલ્લા ૧૭ વર્ષથી બેંક મૃતપાય હાલતમાં હતી. કોઈપણ જાતની બેંકીંગ પ્રવૃત્તિ થતી ન હતી. લોકોએ આશા છોડી દીધી હતી. તેવા વખતે છેલ્લા ૩-૪ વર્ષથી સેટલમેન્ટ યોજના દ્વારા ધારકો, ડીફોલ્ટરો પાછલથી સરી એવી રકમ રીકવરી થતા લોકોને નાણા પરત મળશે. આજરોજ બેંકના સી.ઈ.ઓ. શ્રી જી.કે. ફકીર એ એસોસીએશન ક્ધવીનર ઉપેનભાઈ મોદીને જણાવેલ કે હાલ બેંકનું મેનેજમેન્ટ દરેક જાતના થાપણદારોને તેની બાકી રકમનાં રૂ.૨ લાખ સુધીની મૂડી પરત કરવા નિર્ધાર કર્યો છે.

દરેક થાપણદારોએ બેંકની વેબસાઈટ ઉપરથી ઠઠઠ.ળળભબક્ષજ્ઞ.ભજ્ઞળ ઉપરથી કલેઈમ ફોર્મ ડાઉનલોડ કરી તેમાં માંગેલ વિગતો જેવી કે બધા થાપણદારોના ફોટા ડીપોઝીટની રકમ અગાઉ મળેલ રકમ, બાકી રહેતી રકમ, ફોટો આઈ.ડી. પાન કાર્ડ, પોતાના હાલના ખાતાની વિગત તથા કેન્સલ કરેલ ચેક તથા તમામ ડોકયુમેન્ટસની ઝેરોક્ષ ઉપર સહી કરી ટપાલ દ્વારા બેંકના ફડચા અધિકારીને મોકલવાનું રહેશે. આ બધી પ્રક્રિયા ૩૧ ઓકટોબર ૨૦૧૮ પહેલા બેંકને પહોચતી કરવાની રહેશે આશરે ડીસેમ્બર ૨૦૧૮ પહેલા થાપણદારોને રકમ પરત મળે તેવી તૈયારવીઓ બેંક કરીરહી છે. તેમ માધવપુર બેંક કસ્ટમર્સ એસોસીએશન રાજકોટના ઉપેનભાઈ મોદીએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.