Abtak Media Google News

વડોદરા- અમદાવાદ વચ્ચે રોડ કનેકટીવીટી વધુ સારી બનશે

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતીન ગડકરી આજે ગુજરાતની મુલાકાતે છે તેઓના હસ્તે વડોદરામાં અલગ અલગ બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  જેનાથી વડોદરા – અમદાવાદ વચ્ચે રોડ કનેકટીવીટી વધશે. વાહન ચાલકોને ટ્રાફીકની સમસ્યામાંથી મુકિત મળશે અને વડોદરાથી અમદાવાદ જવાના સમયમાં 3પ મીનીટનો સમય બચશે.

નેશનલ હાઇવે પર અકસ્માત ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વડોદરાના દેણા ચોકડી ખાતે 16 કરોડના ખર્ચ તથા દુમાડ ચોકડી ખાતે 36 કરોડના ખર્ચ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજે કેન્દ્રીય મંત્રી નીતીનભાઇ ગડકરીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

આ તકે રાજય સરકારના મંત્રી હર્ષ સંધવી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય બાલકૃષ્ણ, મનીષાબેન વકીલ, યોગેશભાઇ પટેલ, કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઇ, કેતનભાઇ ઇમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મેયર નિલેશભાઇ રાઠોડ ઉ5સ્થિત રહ્યા હતા.

બ્રિજ સિટી સુરતમાં 390 કરોડના ખર્ચ નવા આઠ બ્રિજ બનશે

ઇઝ ઓફ લીવીંગ અંતર્ગત સુરત મહાપાલિકાની રિવાઇઝ દરખાસ્તને રાજ્ય સરકારની સૌધ્ધાંતીક મંજૂરી

બ્રિજ સિટી તરીકે ગુજરાતના બીજા નંબરના સૌથી મોટા શહેર સુરતમાં નવા આઠ બ્રિજ બનશે. ઇઝ ઓફ લીવીંગ અંતર્ગત સુરત મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રૂ.390 કરોડના ખર્ચે આઠ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રિવાઇઝડ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.