Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં સમાજશ્રેષ્ઠીજનોએ મહોત્સવની આપી રૂપરેખા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસતાં કારીયા પરિવારના સુરાપુરા વેલાબાપા દેવસ્થાન લોધિકાના 208 જયંતિ યોગની સાથે 1/1/23ના રોજ મહાયજ્ઞ અને પ્રસાદ સાથે બીજા દિવસે બટુક ભોજનનો બે દિવસીય આયોજન કરાયું છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા હસુભાઇ કારીયા, ભરતભાઇ કારીયા, વિરેન્દ્રભાઇ કારીયા, કિરણભાઇ કારીયા અને કિરિટભાઇ કારીયાએ મહોત્સવની વિગતો આપતા જણાવેલ કે આ શુભ પ્રસંગે તા.1/1ના રોજ સવારના મહાપુજા 8.00 થી 8.30, સ્થાપન તથા પુજન 8.30 થી 9.00 સુધી યજ્ઞનો પ્રારંભ 9.00 કલાકે, બીડુ બપોરના 1.30 કલાકે, મહાપ્રસાદ 2.00 કલાકે તથા તા.2/1ને સોમવારના રોજ સવારે 10 થી 1.00 સુધી બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં લોધીકા તાલુકાની તમામ શાળાઓના અંદાજે એક હજાર જેટલા બાળકોને પ્રસાદ આપવામાં આવશે. લોધિકા ખાતે આવેલ વેલાબાપાના સ્થાનકના ગામ લોકોને અનેક પરચાઓ છે. જેમાં બાપાની માનતા રાખનાર લોકોને શરદી, ઉધરસ, તાવ, નાની મોટી બીમારીમાં સ્થાનકે રોટલો અને ડુંગળી ધરવાની લોકોને ઘણા દર્દમાંથી છૂટકારો મળ્યો છે.

પ્રસંગે હાજર રહેવા ઇચ્છતા કારીયા પરિવારના કુટુંબીજનોએ તા.31/12/2022ને શનિવાર સુધીમાં સ્થાનકના ટ્રસ્ટીઓ હસુભાઇ કારીયા મો.નં.98251 89294, વિરેન્દ્રભાઇ કારીયા-રાજકોટ મો.નં.99793 00233, કિરણભાઇ કારીયા-રાજકોટ, મો.નં.94282 99918, ભરતભાઇ કારીયા-ગોંડલ મો.નં.94279 65667 તથા કિરીટભાઇ કારીયા મો.નં.98242 30064નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.